News of Wednesday, 24th December 2025
સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા રવિવારે રણું મંદિરે નવચંડી યજ્ઞ - વાર્ષિક સ્નેહ સંમેલન

રાજકોટ : સમસ્ત શ્રીમાળી સોની પાટડિયા પરિવાર દ્વારા ર૯મો નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સ્નેહ સંમેલન તા. ર૮ રવિવારે યોજાએલ છે.
સવારે ૬ કલાકે મંગળા આરતી, સવારે ૭:૩૦ નવચંડી યજ્ઞ પ્રારંભ થશે, સવારે ૮:૩૦ કલાકે ધજા આરોહણ તથા ૧૦ કલાકે દીપ પ્રાગટય તથા માતાજીની સ્તુતિ કરવામાં આવશે. સવારે ૧૧ કલાકે મહંત શ્રી આશીર્વચન, બપોરે ૧:૩૦ કલાકે શ્રીફળ હોમવાનું તથા આરતી કરવામાં આવશે.
ર૯ મી નવચંડી યજ્ઞના પાટલા મુખ્ય યજમાન હરિશભાઇ ડાહ્યાલાલ પાટડીયા હળવદવાળા તથા નવચંડી યજ્ઞના મુખ્ય ભોજન દાતા ઘનશ્યામ મગનલાલ ચોકસી પરિવાર રહેશે.
રાજકોટથી રણુ મંદિર બસ તા. ર૭ શનિવારે રાત્રે ૯ વાગ્યે શ્રી આશાપુરા માતાજી મંદિર, પેલેસ રોડ ઉપરથી ઉપડશે. બસમાં નામ નોંધાવવા માટે જીજ્ઞેશ વાગડીયા, રાજકોટ મો. ૯૭ર૩૩૯૦૯૦૯, કલ્પેશભાઇ પાટડીયા -૯૭૩૭૩૯૯૯૩૯, વિજયભાઇ પાટડીયા - ૯૮૯૮૮૪૬ર૪૩ નો સંપર્ક કરવો.
સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર રણું કાર્યવાહક સમિતિના ગીરીશભાઇ માણેકલાલ પાટડીયા, વિપુલભાઇ સૂર્યકાંત પાટડીયા, રાજ પ્રકાશભાઇ પાટડીયા, વિજયભાઇ માણેકલાલ પાટડીયા, મહેશભાઇ પાટડીયા, જયેશભાઇ ડાયાલાલ પાટડીયા, ઉપેન્દ્રભાઇ ઇશ્વરલાલ પાટડીયા, રાજેશભાઇ લાભુભાઇ, પાટડીયા, પ્રવીણભાઇ ત્રિભોવનદાસ પાટડીયા, પ્રકાશભાઇ ભગવાનદાસ વાગડીયા, સચિનભાઇ જગદીશભાઇ પાટડીયા, આશિષભાઇ કમલેશભાઇ પાટડીયા વડોદરા, હર્ષદભાઇ શાંતિલાલ પાટડીયા હળવદ, જીજ્ઞેશ નટવરલાલ વાગડીયા, કલ્પેશભાઇ હસુભાઇ પાટડીયા, સુમનભાઇ અરવિંદભાઇ પાટડીયા વિરમગામ, જીતુભાઇ હિંમતલાલ પાટડીયા લિંબડી, ધીરુભાઇ રમણલાલ પાટડીયા સુરત, રાજેશભાઇ ગોરધનદાસ પાટડીયા સુરત, હર્ષદભાઇ પ્રાગજીભાઇ પાટડીયા આણંદ, ભૂપેન્દ્રભાઇ નટવરલાલ પાટડીયા આણંદ, દિનકરભાઇ ચીમનલાલ પાટડીયા આણંદ, હરિશભાઇ કિશનલાલ પાટડીયા આણંદ, મનહરલાલ વીરજીભાઇ પાટડીયા આણંદ, મયુરભાઇ અરવિંદભાઇ પાટડીયા, આલારસા દિલીપભાઇ ચંપકલાલ પાટડીયા આસોદરા, મહેન્દ્રભાઇ હિંમતલાલ પાટડીયા નડિયાદ, પ્રદિપભાઇ હિંમતલાલ પાટડીયા નડિયાદ, ભરતભાઇ ચીમનલાલ પાટડીયા નડિયાદ, વિરલભાઇ પ્રવિણભાઇ પાટડીયા પાદરા, પંકજભાઇ નગીનદાસ પાટડીયા પાદરા, સંદીપભાઇ મનુભાઇ પાટડીયા પાદરા, ચંદ્રેશભાઇ દિનેશભાઇ પાટડીયા રાણપુર, જયેશભાઇ પ્રવિણચંદ્ર પાટડીયા બોટાદ તથા રાજકોટ શહેરનાં કમિટી મેમ્બર જીજ્ઞેશ નટવરલાલ વાગડીયા કલ્પેશભાઇ પાટડીયા સભ્યો સંદિપભાઇ જડીયા વિજયભાઇ પાટડીયા, પરેશભાઇ પાટડીયા, ધવલભાઇ પાટડીયા, નિલેશભાઇ શાંતિલાલ જડિયા, હિતેનભાઇ પાટડીયા, સંદિપભાઇ પાટડીયા, મિતેષભાઇ પાટડીયા, હસ્મિતાબેન પાટડીયા, વંદનાબેન પાટડીયા, પુનમબેન પાટડીયા જહેમત ઉઠાવી રહ્યા છે. સ્થળ : કુળદેવીમાં શ્રી તુલજાભવાની મંદિર, મુ. રણું, તા. પાદરા, જી. વડોદરા. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:32 PM IST)










