<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

જંગલેશ્વરના પ૦ વર્ષ જૂના રહેણાંકોને રેગ્યુલાઇઝ કરી આપોઃ કલેકટરને રજુઆત

વોર્ડ નં. ૧૬ના ખાલીફમીયા બુખારીએ યોગ્ય નહિં થાય તો ઉપવાસ કરવાની ચીમકી આપી

રાજકોટ તા. ર૪: શહેરના વોર્ડ નં. ૧૬ જંગલેશ્વરના પ૦ વર્ષ જૂના રહેણાંકોને રેગ્યુલરાઇઝ કરવા ખાલીફમિયા બુખારી બાપુએ તંત્રને રજૂઆત કરી છે, તેમજ ન્યાય માટે કાયદાકીય માર્ગે સત્યાગ્રહની તૈયારી પણ દાખવી છે.

તેમણે કલેકટર-મ્યુ. કમિશ્નર પૂર્વ વિસ્તારના મામલતદારને રજૂઆતમાં જણાવ્યું છે કે, વર્ષો જૂના મકાનોને નિઃશુલ્ક રેગ્યુલરાઇઝ કરી દેવા જોઇએ. જો પ્રશાસન સરકાર માંગણી પૂરી નહીં કરે તો આગામી દિવસોમાં તેઓ આમરણાંત ઉપવાસ કરશે. ખાલીફમિયા બુખારી બાપુએ જણાવ્યું છે કે આ ઉપવાસ માટે તેઓ સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરશે અને પોલીસ તંત્રની જરૂરી મંજૂરી મેળવીને જ આગળ વધશે

(3:11 PM IST)