News of Wednesday, 24th December 2025
મનપાની શાળાના વિદ્યાર્થીઓએ ગરબા-નાટક સહિતની વિવિધ કૃતિઓ કરી રજૂઃ પ્રેક્ષકો અભિભુત
વાર્ષિકોત્સવ તાલતરંગ તથા બોર્ડની પરીક્ષામાં શાળાના તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

રાજકોટ, તા. ર૪: મહાનગરપાલિકા દ્વારા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલી સાંસ્કળતિક ક્ષમતાને બહાર લાવી, ઉજાગર કરવાના હેતુથી વાર્ષિકોત્સવ તાલ તરંગ ૨૦૨૫-૨૬ કાર્યક્રમ તેમજ વર્ષ ૨૦૨૫ની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તળતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કાર્યક્રમ ે પૂ.પ્રમુખ સ્વામિ ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે યોજવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવેલ, શાબ્દિક સ્વાગત શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ. ખાદીના રૂમાલ અને પુષ્પ વડે સ્વાગત માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતી ચેરમેન રસિલાબેન સાકરીયા, માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતીના વાઈસ ચેરમેન જીતુભાઈ કાટોડીયા દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ વર્ષ ૨૦૨૫ની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તળતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મહાનુભાવોના હસ્તે સ્મળતિ ચિホ, સર્ટીફીકેટ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન જીતુભાઈ કાટોડીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
તાલ તરંગ ૨૦૨૫-૨૬ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમભાઈ પુજારા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં વાઈસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત, માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતી ચેરમેન રસિલાબેન સાકરીયા, માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતીના વાઈસ ચેરમેન જીતુભાઈ કાટોડીયા, કોર્પોરેટરો દુર્ગાબા જાડેજા, વિનુભાઈ ઘવા, દક્ષાબેન વસાણી, વિનુભાઈ સોરઠીયા, કંકુબેન ઉધરેજા, મંજુબેન કુગશીયા, અલ્પાબેન દવે, નાયબ મ્યુનિસિપલ કમિશનર સમીર ધડુક, સહાયક કમિશનર વિપુલ ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, મહાનગરપાલિકાનાઅધિકારી-કર્મચારી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહેલ
(3:16 PM IST)










