News of Wednesday, 24th December 2025
નવા વર્ષના આગમનને વધાવવા હોટલ સરોવર પોર્ટીકો સજ્જ : ફૂડ રસિયાઓને ભાવતા ભોજનીયા પિરસાશે
ખાસ શેફ બોલાવાયા, કાઠિયાવાડ, પંજાબી, આઇનીઝ, ઇટાલીયન સહિતની વાનગીઓ પિરસવામાં આવશે

રાજકોટ : ૩૧ ડિસેમ્બર એટલે જેના વર્ષને ભાવભરી વિદાય અને નવા વર્ષનો ઉત્સાહ ધામધૂમથી આવકારવાનો તહેવાર...! જુના વર્ષની ખાટી -મીઠી યાદોને સ્મરણમાં રાખી નવા વર્ષને ઉત્સાહ ઉમંગથી વધાવવાનો તહેવાર આવી રહ્યો છે અને રાજકોટવાસીઓ નવા વર્ષને રંગે ચંગે -ધામધૂમથી આવકારવા તૈયાર છે ત્યારે રાજકોટવાસીઓના ઉત્સાહમાં ચાર ચાંદ લગાવવા લીમડા ચોક સ્થિર રાજકોટની સરોવર હોટલમાં પણ નવા વર્ષના આગમનને વધાવવા તડામાર તૈયારીઓ થઇ રહેલ હોવાનું જણાવાયું છે.
થર્ટી ફર્સ્ટની રંગારંગ ઉજવણી સાથે ૨૦૨૬ના નવા વર્ષને આવકારવા લીમડા ચોક ખાતે હોટલ સરોવર પોર્ટિંકોમાં ડિનરનું આયોજન પારિવારિક માહોલમાં ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે.
ફૂડ રસિયાઓ માટે ખાસ શેફ બોલાવવામાં આવ્યા છે. સ્વાદ પ્રેમીઓને ઉત્કૃષ્ટ, સ્વાદિષ્ટ કાઠિયાવાડ, પંજાબી, ચાઇનીઝ સહિત અવનવી વાનગીઓ પિરસવામાં આવશે. હોટલમાં ખાસ પ્રકારનું ડેકોરેશન અને સંગીતમય વાતાવરણ રાજકોટવાસીઓને એક ખાસ માહોલ આપવા સુસજ્જ હશે. તેમ જણાવાયું છે.
પારિવારિક માહોલમાં આયોજીત આ કાર્યક્રમમાં મહેમાનોને વાનગીઓનો પણ સ્વાદ માણવા ૩૧ ડિસેમ્બરના રંગારંગ કાર્યક્રમને સફળ બનાવવામાં હોટલના મેનેજર અભિષેકભાઇ પાંડે અને જસ્મિનભાઇ વગેરે સહયોગ આપી રહ્યા છે, તેમ હોટલ સરોવર પોર્ટિકોના લાયઝન ઓફિસર બિપીનભાઇ પોપટે જણાવેલ છે. વધુ માહિતી માટે મો.:-૭૯૯૦૭૨૬૧૧૭ પર સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:16 PM IST)










