<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

મનપાને મિલ્‍કત વેરાની ૩૧પ કરોડની આવક

છેલ્લા ૬ મહિનામાં ર૬૭ મિલ્કતો સીલઃ અત્યાર સુધીમાં ૩.૯૩ લાખ કરદાતાઅોઍ વેરો ભર્યો

છેલ્લા ૬ મહિનામાં ર૬૭ મિલ્‍કતો સીલઃ અત્‍યાર સુધીમાં ૩.૯૩ લાખ કરદાતાઓએ વેરો ભર્યોરાજકોટ, તા. ર૪: મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ મિલ્‍કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ- ૦૧-એપ્રિલ થી વેરાની વસુલાત ચાલુ થયેખ્‍લ છે. તારીખઃ-૨૪ ડિસેમ્‍બરના રોજ કુલ-૩,૯૩,૦૦૫ કરદાતા દ્રારા રૂ.૩૧૫.૦૫ કખ્‍રોડની વેરા ભરપાઈ કરવામાં આવેલ છે.

વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં બાકી મિલકત વેરા-વસુલાત સામે વોર્ડ નં-૧માં કુલ-૯,વોર્ડ નં-૨માં કુલ-૧૧,વોર્ડ નં-૩માં કુલ-૩૮, વોર્ડ નં-૫માં કુલ-૨, વોર્ડ નં-૬માં કુલ-૫, વોર્ડ નં-૭માં કુલ-૧૩૪, વોર્ડ નં-૮માં કુલ-૪,વોર્ડ નં-૯માં કુલ-૭, વોર્ડ નં-૧૦માં કુલ-૧૮, વોર્ડ નં-૧૧માં કુલ-૮, વોર્ડ નં-૧૨માં કુલ-૮, વોર્ડ નં-૧૩માં કુલ-૯, વોર્ડ નં-૧૪માં કુલ-૬, વોર્ડ નં-૧૭માં કુલ-૬ અને વોર્ડ નં-૧૮માં કુલ-૨ મિલકતોને સીલ કરવામાં આવેલ છે, આમ, તા.૦૯ થી તા.૨૪ સુધીમાં કુલ ૨૬૭ મિલકતોને સીલ કરવામાં આવેલ છે.

આ કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર સી.કે.નંદાણી તથા સેન્‍ટ્રલ ઝોનના આસી.કમિશનર કે.ડી.વાઢેર તથા વેસ્‍ટ ઝોનના આસી.કમિશનર દીપેન ડોડીયા તથા વેસ્‍ટ ઝોનના આસી.કમિશનર એચ.પી. રૂપારેલીયા તથા સેન્‍ટ્રલ ઝોન મેનેજરશ્રી વત્‍સલ પટેલ, ભાવેશ પુરોહિત, વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, હાર્દિકસિંહ જાડેજા ઈસ્‍ટ ઝોન મેનેજર ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ ટેક્ષ ઇન્‍સપેકટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવે છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે

(3:18 PM IST)