<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

માલીયાસણ ચોકડી પાસેથી યુવાનની કોહવાયેલી લાશ મળી

જમણા હાથ પર ‘પ્રકાશ' ત્રોફાવેલુ છેઃ વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૪: શહેરના માલીયાસણ ગામની ચોકડથી સોખડા ગામના સર્કલ તરફ જતાં જામનગર બાયપાસ પાસેથી આશરે ૩૫ થી ૪૦ વર્ષના યુવાનની કોહવાઇ ગયેલી લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. લાશ પાસેથી એક ઝેરી દવાની બોટલ મળી આવી હોઇ આ યુવાને આપઘાત કર્યાની શંકાએ તપાસ થઇ રહી છે.

૨૨મીએ આ લાશ મળી હહતી. તેના જમણા હાથની કલાઇ પર પ્રકાશ નામ ત્રાજવાથી ત્રોફાવેલુ છે.

તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ, પરીચીત હોય તો કુવાડવા રોડ

 

પોલીસનો ૬૭૫૯૬ ૨૭૪૨૮, તપાસનીશનો ૯૯૨૫૬ ૧૭૧૧૭ ઉપર સંપર્ક કરવા કુવાડવા પીઆઇ બી. પી. રજયાએ જણાવ્‍યું છે.

(4:15 PM IST)