News of Wednesday, 24th December 2025
પંચાયત કચેરીના સ્થળાંતર ખર્ચનો અહેવાલ સોમવાર સુધીમાં જાહેર ન થાય તો ઉપવાસ
જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા મનસુખ સાકરિયાની ખૂલ્લી ચીમકી

રાજકોટ, તા. ર૪ : જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા મનસુખ સાકરીયાએ પંચાયતની જૂની કચેરીએથી સાધન સામગ્રી કામચલાઉ કચેરીએ ખસેડવાના ખર્ચ તેમજ કામચલાઉ કચેરી જૂની કોર્ટ બિલ્ડીંગની મરામતના વધારે પડતા ખર્ચના સમિતિના અહેવાલને સોમવાર સુધીમાં જાહેર કરવામાં ન આવે તો કોંગ્રેસ દ્વારા સોમવારથી કે ત્યાર પછી તુરંત પંચાયત કચેરીમાં ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ આજે મીડીયાના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં જણાવેલ કે મુળ કચેરીની જગ્યાઅ નવી કચેરી બનતી હોવાથી સ્થળાંતર અને હાલમાં કાયરત કચેરીમાં મરામત અને જરૂરી સુવિધા ઉભી કરવામાં ૮૪ લાખ જેટલો ખર્ચ થયો છે. આ ખર્ચ ખૂબ જ વધુ પડતો હોવાથી તેના કંઇક ખોટુ થયાની વાત કરી મેં તપાસ માંગેલ. જિલ્લા વિકાસ અધિકારીઓની તપાસ સમિતિ નિયુકત કરેલ. સમિતિએ ૧ માસમાં અહેવાલ આપવાનો હતો તેના બદલે ૩ માસથી વધુ સમય થઇ ગયો હોવા છતાં અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી કે અમને નકલ આપવામાં આવી નથી. આ બાબતે ડીડીઓ પાસે એકથી વધુ વખતે રજૂઆત કરી છે. આ કામમાં ભ્રષ્ટાચાર થયાનો અમારા આક્ષેપ છે. અહેવાલ શા માટે જાહેર કરવામાં આવતો નથી ? જો સોમવાર સુધીમાં અહેવાલ જાહેર કરવામાં અહીં આવે તો અમે કોંગ્રેસના માધ્યમથી લોકહિતમાં પંચાયત કચેરી સાથે સવારથી સાંજ સુધીના ઉપવાસ કરશું. (
(4:34 PM IST)










