News of Wednesday, 24th December 2025
મનપાની વેરાશાખાને ધુંબો મારનાર મિલ્કતધારકને છ મહિનાની સજા
૩૦ હજારના ચેક રિટર્ન કેસમાં કોર્ટનો ચુકાદો

રાજકોટ ત તા.૨૪: મનપાની વેરા શાખાને આવતા અનેક ચેકમાંથી સંખ્યાબંધ ચેક બેલેન્સના અભાવે પરત થતા હોય છે. મનપા કયારેક કોર્ટ કેસ સહિતની કાર્યવાહી કરે છે. તેમાં બે વર્ષ પહેલા રૂા.૩૦ હજાર જેવી બાકી રકમના મિલ્કત ધારક સામે કોર્ટમાં નિયમ મુજબ ફરિયાદ દાખલ કરવામાં મા આવી હતી. ૧૦ દિવસ પહેલા આ કેસનો ચુકાદો આવી ગયો છે. જેમાં ટેકસ બ્રાન્ચને ધુંબો મારનાર મિલ્કતધારકને છ મહિનાની સજા ફટકારવામાં આવી છે.આમ ચેક રીટર્ન કરાવતા બાકીદારોને સબક આપતો ચુકાદો આવ્યો છે.
(4:11 PM IST)










