<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

નવલનગર-૯ના છેડે મધરાતે નામચીન યશ ઉર્ફ ઠુઠી બકરાણીયાએ કાર અને બે ટુવ્‍હીલરને આગ ચાંપી : જુઓ વિડિયો

પુનીતનગરના શખ્‍સ પર ગયા શુક્રવારે રાતે ગોકુલધામના ગેઇટ પાસે જયેશ અને બાબુ ઝાપડાએ મજાક અને ગાળો બોલવા મામલે હુમલો કરી મારકુટ કરી હતીઃ ખાર રાખી જયેશના ભાઇના ભરત સિંધવના વાહનો સળગાવી નાંખ્‍યાઃ શીશામાંથી પેટ્રોલ છાંટી, કોથળો કાર નીચે મુકી આગ ચાંપીઃ અગાઉ યશની અનેક ગુનાઓમાં સંડોવણીઃ મલાવીયાનગર પોલીસે સકંજામાં લીધો

યશ ઉર્ફ ઠુઠી પર અગાઉ હુમલો થયો ત્‍યારે તે સારવારમાં દાખલ થયો હતો : તસ્‍વીરમાં સળગી રહેલા વાહનો, આગ ઓલવી રહેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓ, લોકો અને આગ બાદ વાહનનો જે હાલત થઇ તે જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

રાજકોટ તા. ૨૫: શહેરના ગોંડલ રોડ પર પુનીતનગરમાં રહેતાં અને અગાઉ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા તેમજ નામચીનની છાપ ધરાવતાં શખ્‍સે મધરાતે નવલનગર-૯ના છેડે એક કાર અને બે ટુવ્‍હીલરને પેટ્રોલ છાંટી સળગાવી દેતાં ચકચાર મચી ગઇ છે. માલવીયાનગર પોલીસે આ શખ્‍સને સકંજામાં લીધો છે. ગયા શુક્રવારે ગોકુલધામના ગેઇટ નજીક આ શખ્‍સ પર ગાળો બોલવા મામલે, મજાક કરવા બાબતે નવલનગરના ભરવાડ ભાઇઓ સહિતે હુમલો કરી મારકુટ કરી હતી. જેનો ખાર રાખી તેણે ભરવાડ યુવાનના વાહનો સળગાવી દીધાનું ખુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ નવલનગર-૯ના છેડે રહેતાં ભરતભાઇ કાળુભાઇ સિંધવની સ્‍વીફટ કાર અને એક એક્‍ટીવા તથા એક ઇલેક્‍ટ્રીક ટુવ્‍હીલરમાં રાતે પોણા ત્રણથી ત્રણની વચ્‍ચે ભડકા થતાં ભરતભાઇ તથા આડોશી પાડોશી જાગી ગયા હતાં અને આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં બંબો પહોંચ્‍યો હતો અને આગ ઓલવી હતી. જો કે એ પહેલા કાર અને બંને ટુવ્‍હીલર ખાખ થઇ ગયા હતાં. ભરતભાઇના કહેવા મુજબ તેના આ વાહનોમાં પુનીનતનગરના નામચીન શખ્‍સ યશ ઉર્ફ ઠુઠી બકરાણીયાએ આગ લગાવી દીધી હતી. યશ રાતે પોણા ત્રણે ટુવ્‍હીલર લઇને આવ્‍યો હતો અને તેની પાસે રહેલા શીશામાંથી કાર તથા બે ટુવ્‍હીલર પર પેટ્રોલ છાંટયુ હતું. પછી કાર નીચે કોથળા જેવું મુકી આગ લગાડી દીધી હતી. આગમાં ત્રણેય વાહન આખા બળી જતાં મોટી નુકસાની થઇ છે. ભરતભાઇએ જણાવ્‍યું હતું કે ગયા શુક્રવારે રાતે ગોકુલધામના ગેઇટ પાસે મારા ભાઇ જયેશભાઇ અને બાબુભાઇ સાથે યશ ઉર્ફ ઠુઠી બકરાણીયાને મજાક મશ્‍કરી અને ગાળાગાળી બાબતે ઝઘડો થયો હતો. અ વખતે યશ પોતાની સાથે મારકુટ થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં પોલીસે યશની ફરિયાદ પરથી જયેશભાઇ અને બાબુભાઇ સામે ગુનો નોંધ્‍યો હતો.

દરમિયાન પોતાના પર થયેલા હુમલાનો ખાર રાખી ગત મધરાતે યશ ઉર્ફ ઠુઠીએ જયશેભાઇના ભાઇ ભરતભાઇના ત્રણ વાહનોને આગ લગાડી દીધી હતી. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ પણ દોડી ગઇ હતી. પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. યશને પોલીસે સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી હતી. (૧૪.૯)

(2:49 PM IST)