News of Thursday, 25th December 2025
ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર અને કીચ સ્કુલ ઓફ ડિઝાઇન આયોજિત ચાર દિવસીય વાર્ષિક વિદ્યાર્થી મહોત્સવ ‘મેલાન્જ-૨૫'નું રંગારંગ સમાપન
દેશ વિદેશના નામાંકિત આર્કિટેકટસ અને કલાકારોના કૌશલ્યનો વિદ્યાર્થીઓને લાભ મળ્યો : ડાયરામાં પણ જમાવટ

રાજકોટ : વ્યવસાયી વિદ્યા પ્રતિસ્થાન સંચાલિત ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર (ઇપ્સા) અને કીચ સ્કુલ ઓફ ડિઝાઇન (કે.એસ.ડી.) આયોજિત વાર્ષિક વિદ્યાર્થી મહોત્સવ ‘મેલાન્જ-૨૫' રી-રૂટીંગની સફળતાપૂર્વક પૂર્ણાહુતી થયેલ. સ્થાપત્યકલા ક્ષેત્રે પ્રતિષ્ઠિત એવા વાર્ષિક વિદ્યાર્થી મહોત્સવ ‘મેલાન્જ-૨૫ રી-રૂટિંગ'ના પ્રથમ દિવસે મુખ્ય અતિથિ એવા ખ્યાતનામ સાહિત્યકાર દેવાંગીબહેન ભટ્ટ, સાઉથ આફ્રિકાના વિશ્વવિખ્યાત આર્કિ. પીટર રીચ, વી.વી.પી.ના ઇન્ચાર્જ મેનેજિંગ ટ્રસ્ટી ડો.નરેન્દ્રભાઈ દવે, ‘ઇપ્સા'ના નિયામક આર્કિ. કિશોરભાઈ ત્રિવેદી, ‘ઇપ્સા'ના આચાર્ય આર્કિ. દેવાંગભાઈ પારેખ, કિચ સ્કૂલ ઓફ ડીઝાઇનના આચાર્ય શૈલીબહેન ત્રિવેદી તથા વિદ્યાર્થી કાઉન્સિલના સભ્યો દ્વારા દીપ પ્રજ્વલ્લિત કરી વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, તથા મુલાકાતીઓની વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના હસ્તે ‘ઇપ્સા' યરબૂકનું વિમોચન તથા વિદ્યાર્થીઓની કળતિઓ તથા પ્રોજેક્ટ્સના એક્ઝિબિશનને આર્કિ. પીટર રીચના હસ્તે ખૂલ્લું મુકવામાં આવેલ હતુ.ં ત્યારબાદ મનોરંજક કાર્યક્રમ ‘ઓન ધ સ્પોટ', આર્કિ. પીટર રીચના પ્રોજેક્ટ્સ અંગેના પ્રેઝન્ટેશન્સ તેમજ દિલ્હી સ્થિત ભારતનું જાણીતું મ્યુઝીકલ બેન્ડ ‘ઇન્ડિયન ઓશન'ના સંગીત કાર્યક્રમનો વિશાળ જનમેદનીએ લાભ લીધેલ હતો. સમારોહના બીજા દિવસ દરમ્યાન તજજ્ઞ સિદ્ધાર્થ કનેરિયા દ્વારા સંચાલિત ‘સાઈનોટાઈપ' વર્કશોપ, રસપ્રદ માહિતીયુક્ત ક્વીઝ કોમ્પીટીશન, ઇપ્સા એલ્યુમની સિદ્ધાર્થ કનેરિયા તેમજ અમદાવાદના સુવિખ્યાત ‘એચ.સી.પી. ઇન્ટીરીઅર ડીઝાઇન'ના આર્કિ. કેનાબહેન પટેલ તેમજ મહોત્સવની સફળતાના સહભાગી એવા સ્પોન્સર્સના પ્રેઝન્ટેશન્સ તેમજ ભાતીગળ સંસ્કળતિના કલાકાર રાજ ગઢવીના લોક સાહિત્યના કાર્યક્રમો યોજાયેલ હતા. સમારોહના તળતીય દિવસે ગોવાની સુવિખ્યાત સંસ્થા ‘સ્ટુડીઓ મેટર'ના આર્કિ. ઋતુરાજ પરીખ તેમજ અમદાવાદના ‘મંડલા ડીઝાઇન સ્ટુડીઓ'ના સ્થાપક તેમજ જાણીતા શિક્ષણશાષાી પ્રો.નીલકંઠ છાયા દ્વારા રજૂ થયેલ વિદ્વતાપૂર્ણ પ્રેઝન્ટેશન્સ, સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત આર્કિટેક તેમજ ‘ઇપ્સા'ના નિયામક એવા આર્કિ. કિશોરભાઈ ત્રિવેદી રચિત પોતાની સુદીર્ઘ સ્થાપત્યકલા સફરનો ચિતાર દર્શાવતા તકનીકી જ્ઞાનસભર પુસ્તક ‘પોએટીક્સ ઇન જીઓમેટ્રી'ના વિમોચન, આર્કિ. નીલકંઠ છાયાના વ્યવસાયિક કાર્યો દર્શાવતી રસપ્રદ ફિલ્મના નિદર્શન, તેમજ વિદ્યાર્થીકળત સાંસ્કળતિક કાર્યક્રમોની રજૂઆત થયેલ હતી. સમારોહના ચોથા દિવસે સાઉથ આફ્રિકાના આર્કિ. પીટર રીચ રચિત ‘સ્કેચીસ'નું પ્રેઝન્ટેશન્સ, અમદાવાદ સ્થિત ગણમાન્ય આર્કિ. આનંદ સોનેચા કળત પ્રોજેક્ટ્સના પ્રદર્શન તેમજ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ, ‘ઇપ્સા' એલ્યુમની તરંગ ઠાકર અને કેરેલાની જાણીતી સંસ્થા ‘વોલમેકર્સ'ના આર્કિ. વિનુ ડેનિયલ તેમજ સ્પોન્સર્સના પ્રેઝન્ટેશન્સ તથા આર્કિ. વિનુ ડેનીઅલ સાથે વિદ્યાર્થીઓના ચર્ચાસત્રના કાર્યક્રમો યોજાયેલ હતા. સમારોહના ચારેય દિવસ દરમ્યાન યોજાયેલ વિવિધ કાર્યક્રમોનો સ્થાપત્યકલા તથા આનુસંગિક વિષયો સંલગ્ન વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, પ્રેક્ટીસિંગ આર્કિટેક્ટસ, એન્જીનીયર્સ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ વિશાળ સંખ્યામાં લોકોએ બહોળો લાભ ઉઠાવેલ હતો. ‘મેલાન્જ-૨૫ રી-રૂટિંગ'ની સફળતા હેતુ સ્ટુડન્ટ કાઉન્સિલના પ્રતિનિધિઓ તેમજ કર્મચારીગણને ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સર્વેશ્રી કૌશિકભાઈ શુક્લ, હર્ષલભાઈ મણીયાર, ડો.સંજીવભાઈ ઓઝા, ડો.નરેન્દ્રભાઈ દવે, ડો.નવીનભાઈ શેઠ તથા સંસ્થાના નિયામક આર્કિ. કિશોરભાઈ ત્રિવેદીનું સતત માર્ગદર્શન મળેલ હતું. વાર્ષિકોત્સવના ચારેય દિવસ બહોળી સંખ્યામાં મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બદલ ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના આચાર્યશ્રી આર્કિ. દેવાંગભાઈ પારેખ તથા કિચ સ્કૂલ ઓફ ડિઝાઈનના આચાર્યશ્રી શૈલીબહેન ત્રિવેદી એ રાજકોટની જાહેર જનતાનો આભાર માનેલ હતો.
(2:16 PM IST)










