<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ખેલદિલી સાથે એકાજૂથે એકામતે વિરાણી સ્‍કુલના મેદાનના અસ્‍તિત્‍વ માટે સ્‍કુલના ભૂતપૂર્વ વિધાર્થીઓનું મહાસંમેલન યોજાશે

ગ્‍લોબલ કનેક્‍ટઃ વિરાણી મેદાન બચાવવા દુનિયાભરમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકતાના તાંતણે બંધાશે : સાત સમુદ્ર પાર પણ ગુંજશે વિરાણીનો સાદઃ મેદાન બચાવવા દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ઓનલાઈન ફિઝીકલ : ન્‍યાયના ઉંબરે વિરાણીનું મેદાનઃ માત્ર કાયદાકીય પરિપ્રેક્ષ્યમાં લડત આપવા મેદાન બચાવો સમિતિ

રાજકોટઃ સૌરાષ્ટ્રની ‘કેમ્‍બ્રિજ' તરીકે જેની ગણના થાય છે અને જેણે ક્રિકેટર કરસન ઘાવરી જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તેમજ દેશ-વિદેશમાં વસતા પ્રતિષ્ઠિત તબીબો, ઈજનેરો, વકીલો, અધ્‍યાપકો અને વહીવટકર્તાઓ સમાજને ભેટ આપ્‍યા છે, તેવી શ્રી શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી શાળા આજે તેના ઈતિહાસના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપી સામાન્‍ય વર્ગના બાળકોનું ભવિષ્‍ય ઉજ્જવળ કરવાના ઉમદા હેતુ સાથે સ્‍થપાયેલી આ સંસ્‍થાનો ઈતિહાસ જેટલો ગૌરવશાળી છે, તેનું ભાવિ આજે તેટલું જ ધુંધળું દેખાય છે. રાજકોટ શહેરની મધ્‍યમાં આવેલી આ સંસ્‍થાના સોનાની લગડી સમાન વિશાળ રમત-ગમતના મેદાન પર કેટલાક સ્‍થાપિત હિતોની નજર પડી છે અને વિદ્યાર્થીઓના આ મેદાનને ગેરકાયદેસર રીતે વેચી દેવાની પેરવી કરવામાં આવી રહી હતી. આ અન્‍યાય સામે અવાજ ઉઠાવવા માટે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પુરુષોત્તમ પીપરિયાના માર્ગદર્શન હેઠળ 'વિરાણી બચાવો આંદોલન સમિતિ'ની રચના કરીને લડતનો પ્રારંભ કરવામાં આવેલ.

આ વિદ્યાધામનો પાયો ૧૯૪૬માં નખાયો હતો, જ્‍યારે કેળવણીના ઉપાસક અને સાચા રાજયોગી એવા સ્‍વતંત્રતા સેનાની સ્‍વ. દરબારશ્રી ગોપાલદાસભાઈ દેસાઈ આ સંસ્‍થાના આદ્ય પ્રમુખ હતા. જાણીતા શેઠશ્રી દુર્લભજીભાઈ શામજીભાઈ વિરાણીએ આ વિદ્યાતીર્થને વિકસાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. સૌરાષ્ટ્ર રાજ્‍યના પ્રથમ મુખ્‍યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના પ્રમુખપણા હેઠળ ટ્રસ્‍ટને હંમેશા સ્‍વચ્‍છ અને દીર્ઘદ્રષ્ટિવાળું માર્ગદર્શન સાંપડયું હતું.

સમયાનુસાર આ ટ્રસ્‍ટી મંડળમાં જામિયતરામ કે, મોદી, રાજકોટના નામાંકિત ઉદ્યોગપતિ ઉમાકાંતભાઈ પંડિત, વિરાણી પરિવારના નગિનદાસભાઈ વિરાણી, ગિરજાશંકર ખીમચંદ શેઠ, અમૃતલાલ વીરચંદ જસાણી, સ્‍વ. કેશવલાલ એ. પારેખ અને શ્રી દિનકરરાય પ્રાણલાલ જોષી જેવા મહાન નગરશ્રેષ્ઠિઓએ પોતાનું અમૂલ્‍ય યોગદાન આપ્‍યું હતું. આ જ કારણોસર વિરાણી સ્‍કૂલ જુના સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને આજના ગુજરાતમાં શિસ્‍તબદ્ધ અને શુદ્ધતાસભર શિક્ષણ માટે એક આગવી ઓળખ ધરાવે છે.

સંસ્‍થાના વિકાસમાં કેન્‍દ્ર સરકારના ભૂતપૂર્વ વાણિજ્‍ય અને વેપાર મંત્રી શ્રી મનુભાઈ શાહે માતબર ગ્રાન્‍ટ અપાવવામાં મદદ કરી હતી, જ્‍યારે શ્રી રસિકલાલ પરીખ, સ્‍વ. જેઠાલાલ જોષી અને સ્‍વ. ડોલરરાઈ માંકડે સંસ્‍થાના નવનિર્માણ અને મંત્રીપદે રહીને તેની ચિતા કરી હતી. આ જ ગ્રાન્‍ટ-ઈન-એઈડના સહયોગથી બનેલા ભવ્‍ય બિલ્‍ડિંગનું ઉદ્ધાટન પણ ભારતના તત્‍કાલીન નાયબ વડાપ્રધાન શ્રી ગોવિદ વલ્‍લભ પંતના વરદહસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

શિક્ષણ જગતમાં વિરાણી હાઈસ્‍કૂલનું સ્‍થાન અજોડ છે, કારણ કે સૌરાષ્ટ્રની માત્ર ત્રણ વિવિધલક્ષી વિદ્યાલયો પૈકી આલ્‍ફ્રેડ હાઈસ્‍કૂલ બંધ થઈ ગયા બાદ હવે માત્ર વિરાણી સ્‍કૂલ જ અસ્‍તિત્‍વમાં છે. અહીં ધોરણ-૮ થી જ વિજ્ઞાન, કોમર્સ, કેમિકલ ટેકનોલોજી અને ટેકનિકલ જેવા વિશિષ્ટ અભ્‍યાસક્ર ભણાવવામાં આવે છે, જેણે સમાજને અનેક કુશળ કારીગરો અને વૈજ્ઞાનિકો આપ્‍યા છે. શાળાના પ્રથમ સુકાની તરીકે દ્વારકા વિભાગના સુવિખ્‍યાત કેળવણીકાર અને ઈતિહાસવિદ શ્રી કલ્‍યાણરાય જોષી રહ્યા હતા, ત્‍યારબાદ આજીવન શિક્ષક શ્રી જયંત આચાર્ય અને શ્રી રંગીલાદાસ વારીયાએ સંસ્‍થાને નિષ્ઠાપૂર્વક સંભાળી હતી. પરંતુ વર્તમાનમાં ટ્રસ્‍ટની ૪૧,૫૨૯ ચો.મી. મિલકત, જેની બજાર કિમત આશરે રૂ.૧૦૦૦ કરોડથી વધુ અંકાય છે, તેને ગેરકાયદેસર રીતે ખાનગી ઠરાવવામાં આવેલ. આ કુલ જમીન પૈકી ૫,૭૩૩ ચો.મી. જમીનને માત્ર રૂ.૫૧.૫૧ કરોડ જેવી નજીવી કિંમતે વેચવા કાઢવામાં આવેલ, જે હકીકતમાં રૂ.૧૫૦ કરોડની કિમત ધરાવે છે. આ મસમોટા કૌભાંડ પાછળ શ્રેયાંશ વિરાણી અને ટ્રસ્‍ટના પ્રમુખ જયંત દેસાઈ વિરુદ્ધ કડક તપાસની માંગણી કરવામાં આવેલ.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ પબ્‍લિક ટ્રસ્‍ટને આડકતરી રીતે ‘ફેમિલી ટ્રસ્‍ટ' માં ફેરવી દેવામાં આવ્‍યું. ટ્રસ્‍ટમાં કુલ ૧૦ ટ્રસ્‍ટીઓ હોવા જોઈએ તેને બદલે લાંબા સમયથી ઈરાદાપૂર્વક માત્ર ૭ટ્રસ્‍ટીઓથી મનસ્‍વી રીતે વહીવટ ચલાવીને આ પબ્‍લિક ટ્રસ્‍ટને આડકતરી રીતે 'ફેમિલી ટ્રસ્‍ટ' માં ફેરવી ચલાવવામાં આવતું હતું. આ ટ્રસ્‍ટીઓમાં મંત્રી તરીકે શ્રેયાંશ વિરાણી પોતે હતા અને બાકીના પાંચ સભ્‍યો તેમના પરિવારના જ છે, જેમાં રમેશભાઈ (પિતા), રાજેશ્રીબેન (માતા), ઉર્વીબેન (પત્‍ની) અને હર્ષાબેન (સાસુ)નો સમાવેશ હતો. અન્‍ય ટ્રસ્‍ટીઓમાં જયંતભાઈ દેસાઈ (શ્રેયાંશભાઈના શુભેચ્‍છક) અને કિશોરભાઈ ત્રિવેદી (આર્કિટેક્‍ટ) જેઓ વ્‍યવસાયમાં વ્‍યસ્‍ત હોવાથી માત્ર 'સિમ્‍બોલિક' સેવા આપતા.

ચોંકાવનારી વિગત તો એ છે કે, ટ્રસ્‍ટી મંડળમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારોમાં પણ શ્રેયાંશ વિરાણી હજુ ટ્રસ્‍ટી તરીકે યથાવત છે. ટ્રસ્‍ટી મંડળમાં એકાએક થયેલા આ ફેરફારો અત્‍યંત શંકાસ્‍પદ હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્‍યા છે. વાસ્‍તવમાં, આ ટ્રસ્‍ટનું સંચાલન મની લેન્‍ડર્સ અને લેન્‍ડ લોર્ડ્‍સના હાથમાં ગયું હોવાની પ્રબળ આશંકા છે. આ ટ્રસ્‍ટ મંડળના માળખામાં થયેલા અચાનક બદલાવ પાછળ મોટા પાયે આર્થિક લેવડ-દેવડ થઈ હોવાની શક્‍યતાઓને જોતા, રાજકોટમાં 'મની લોન્‍ડરિગ' અંગેની ચર્ચાઓએ જોર પકડયું છે. આ સમગ્ર પ્રકરણમાં (ED) દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠી રહી છે.

કાયદાકીય રીતે જોઈએ તો, આ સંસ્‍થાને કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર તરફથી ૮૩% (૬૬% + ૧૭%) જેટલી માતબર ગ્રાન્‍ટ-ઈન-એઈડ મળેલી છે. ટ્રસ્‍ટના મેનેજિગ ટ્રસ્‍ટીએ અગાઉ સરકારને લેખિતમાં બોન્‍ડ આપેલું છે કે ગ્રાન્‍ટવાળી મિલકત વેચતા કે ગીરો મુકતા પહેલા સરકારની મંજૂરી લેવી અનિવાર્ય છે. તેમ છતાં, ચેરિટી કમિશનર કે સરકારની કોઈ પરવાનગી મેળવ્‍યા વિના મિલકત વેચવાની પ્રક્રિયા હાથ ધરીને ગંભીર પ્રકારની ગેરરીતિ અને નૈતિક અધઃપતન આચરવામાં આવેલ. 'વિરાણી બચાવો આંદોલન સમિતિ' દ્વારા આ અંગેના પુરાવાઓ મેળવવા માટે ડિસ્‍કવરી ઓર્ડર'ની માંગ કરવામાં આવેલ અને આ ઐતિહાસિક સંસ્‍થાને બચાવવા માટે ન્‍યાયિક લડત ચાલુ કરી વેચાણની પ્રક્રીયા સ્‍થગિત/રદ કરવા મજબુર કરેલ.

અંતમાં, આ સમગ્ર મામલે સંસ્‍થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પુરુષોત્તમ પીપરિયાનું સ્‍પષ્ટપણે કહેવું છે કે, વિરાણી હાઈસ્‍કૂલ એ રાજકોટની શૈક્ષણિક ઓળખ છે અને તેને બિલ્‍ડરો કે જમીનદારોના હવાલે કરી શકાય નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જે સંસ્‍થા ૮૩% સરકારી ગ્રાન્‍ટ પર ચાલતી હોય, તેની અબજોની મિલકતને ટ્રસ્‍ટીઓ પોતાની અંગત જાગીર સમજીને વહીવટ કરી શકે નહીં.

શ્રી પીપરિયાએ વધુમાં જણાવ્‍યું કે, રૂ.૧૦૦૦ કરોડની કિંમતની જમીનને માત્ર રૂ.૫૧ કરોડમાં વેચવાનો પ્રયાસ એ એક સુનિયોજિત કૌભાંડ છે. આ માત્ર આર્થિક ગુનો જ નથી, પરંતુ હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની લાગણીઓ સાથે થયેલો દ્રોહ છે. તેમનું સ્‍પષ્ટપણે કહેવું છે કે, જ્‍યારે સરકાર દ્વારા શરતી જમીન ફાળવવામાં આવી હોય, ત્‍યારે કલેક્‍ટરની પૂર્વ મંજૂરી વિના તેનું વેચાણ, ગીરો, ભાડાપટ્ટે આપવી કે અન્‍ય કોઈ પણ પ્રકારે હેતુફેર કરી શકાય નહીં. જ્‍યાં સુધી ટ્રસ્‍ટના વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા નહીં આવે, ત્‍યાં સુધી આ લડત ન્‍યાયિક અને સામાજિક સ્‍તરે ચાલુ રહેશે. તેઓ માને છે કે જો આજે આ અન્‍યાય સામે અવાજ નહીં ઉઠાવાય, તો આવનારી પેઢીઓ આ ઐતિહાસિક વારસાથી વંચિત રહી જશે.

વર્ષ ૨૦૧૯ થી ચાલી રહેલી 'મેદાન બચાવો' લડતના સંદર્ભમાં આંદોલન સમિતિ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ઉદભવતા કેટલાક પ્રશ્નોના પ્રત્‍યુત્તર આપવા અને આગામી સમયમાં આ લડતને વધુ સક્ષમ બનાવવા માટે સૂચનો મેળવવાના હેતુથી દેશ-વિદેશમાં વસતા વિરાણી હાઈસ્‍કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક મહાસંમેલન યોજવામાં આવ્‍યું છે. આ સંમેલન આગામી તા. ૨૭-૧૨-૨૦૨૫, શનિવારના રોજ સાંજે ૪:૪૫ વાગ્‍યે 'રાષ્ટ્રીય શાળા'ના મધ્‍યસ્‍થ ખંડ ખાતે રાખેલ છે. જેમાં લડત અંગેના કોઈ પણ પ્રશ્નો પૂછવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને નિમંત્રિત કરવામાં આવ્‍યા છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ રાજકોટની જાગૃત જનતાને પણ વિરાણી સ્‍કૂલ સંદર્ભે કોઈ પ્રશ્ન હોય તો તે પૂછવાની ખુલ્‍લી છૂટ આપવામાં આવી છે.  આ માટે વ્‍યાપકપણે એક ગુગલ લિક મોકલવામાં આવી છે, તેમ છતાં જો કોઈને લિક મેળવવી હોય તો આંદોલન સમિતિના સભ્‍ય પરાગભાઈ (મો. ૯૪૨૬૧  ૬૫૮૫૧) નો સંપર્ક કરી શકશે. એટલું જ નહીં. પ્રિન્‍ટ અને ઈલેક્‍ટ્રોનિક મીડિયા દ્વારા પણ પ્રશ્નોના જવાબ આપવા માટે લડત સમિતિના અગ્રણી પુરુષોત્તમ પીપરીયા જાહેરમાં ઉપસ્‍થિત રહેશે તેમ યાદીના અંતમાં જણાવવામાં આવ્‍યું છે

ડો. પુરૂષોત્તમ પીપરિયા

આંદોલન સમીતીના અગ્રેસર

મો.૯૪૨૭૨ ૨૦૫૪૪

 

(2:20 PM IST)