News of Thursday, 25th December 2025
શાકબકાલુ વેંચીને ઘરે જતી વખતે બનાવઃ મેટોડામાં રિક્ષાને ઇકોએ ઉલાળતાં દંપતિ ખંડીતઃ પત્નિનું મોત
મુળ બિહારના ગંગાદેવીનું મોતઃ રિક્ષાચાલક પતિ પ્રમોદભાઇ ચોૈધરી સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૫: મેટોડામાં ગેઇટ નંબર-૧માં આવેલી નેબોલો કંપની પાસે સાંજે આઠેક વાગ્યે શાકબકાલની રિક્ષાને ઇકો કારના ચાલકે ઉલાળી દેતાં ચાલક મુળ બિહારના પ્રોૈઢ અને સાથે બેઠેલા તેના પત્નિને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જેમાં પત્નિનું મોત થતાં આ દંપતિ ખંડીત થઇ ગયું છે.
જાણવા મળ્યા મુજબ ગેઇટ-૧માં નિલકકમલ પાર્કમાં રહેતાં પ્રમોદભાઇ સત્યનારાયણ ચોૈધરી (ઉ.વ.૫૦) અને તેના પત્નિ ગંગાદેવી પ્રમોદભાઇ ચોૈધરી (ઉ.વ.૪૬) રિક્ષામાં બકાલુ ભરી મેટોડામાં વેંચાણ કરી ગુજરાન ચલાવતાં હોઇ સાંજે બંને બકાલુ વેંચીને રિક્ષામાં ઘર તરફ પરત આવી રહ્યા હતાં ત્યારે નેબોલો કંપની પાસે ઇકો કારની ઠોકરે રિક્ષા ચડી જતાં પલ્ટી ખાઇ ગઇ હતી.
આ અકસ્માતમાં પ્રમોદભાઇ અને તેમના પત્નિ ગંગાદેવીને ગંભીર ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં સવારે ગંગાદેવીનું મોત થયું હતું. મૃત્યુ પામનાર ગંગાદેવીને સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. મુળ બિહારનો આ પરિવાર વર્ષોથી મેટોડા રહે છે. હોસ્પિટલ પોલીસ ચોકીના અમૃતભાઇ મકવાણા, ચિત્રકેતુસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઇ, રવિભાઇ સહિતે જાણ કરતાં મેટોડા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.
(2:36 PM IST)










