<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ઇસ્‍માઇલી સિવિક ઇન્‍ડિયા દ્વારા યોજાયો રકતદાન કેમ્‍પ

 

રાજકોટ : રકતની સર્જાતી અછતને પહોંચી વળવા ઇસ્‍માઇલી સિવિક ઇન્‍ડિયા દ્વારા જીવનદીપ બ્‍લડ બેંકના સહયોગી રૈયારોડ ખાતે એક રકતદાન શિબિર યોજવામાં આવી હતી. જેમાં કુલ ૮૦ રકતદાતાઓએ ભાગ લઇ રકતદાન કર્યુ હતુ. ઇસ્‍માઇલી સમુદાય દ્વારા આયોજીત આ કેમ્‍પમાં સમુદાયના ગણવેશધારી અને અન્‍ય સ્‍વયંસવકોએ ખુબ સરસ સેવા આપી હતી. ઇસ્‍માઇલી મુસ્‍લિમ સમુદાયને ઇસ્‍માઇલી સિવિક બેનર હેઠળ યોજાયેલ આ રકતદાન કેમ્‍પનો પ્રથમ કાર્યક્રમ હતો. જેમાં રકતદાન કરનાર સર્વે દાતાઓનો ઇસ્‍માઇલી કાઉન્‍સિલ ફોર રાજકોટના પ્રમુખ ફરીદ કોરાડીયાએ આભાર વ્‍યકત કર્યો હતો

(2:39 PM IST)