News of Thursday, 25th December 2025
આઈસીએઆઈ રાજકોટ બ્રાન્ચ દ્વારા 'મોક ટ્રિબ્યુનલ' : આવકવેરા અધિનિયમ અને દાવા-અપીલો અંગે અપાયુ વ્યવહારૂ માર્ગદર્શન

રાજકોટ : ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાની રાજકોટ બ્રાંચ દ્વારા ચાટેર્ડ અકાઉન્ટન્ટ સભ્યો માટે 'મોક ટ્રિબ્યુનલ'નું સફળ આયોજન આઇસીએઆઇ ભવન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક કાર્યક્રમના અધ્યક્ષસ્થાને આઇટીએટી સભ્યો ડો. અર્જુન લાલ સૈની (એકાઉન્ટન્ટ મેમ્બર) તથા દિનેશ મોહન સિંહા (જ્યુડિસિયલ મેમ્બર) ઉપસ્થિત રહ્યા હતા. મોક ટ્રિબ્યુનલના માધ્યમથી આવકવેરા અધિનિયમ સંબંધિત મહત્વ પૂર્ણ તથા પ્રાયોગિક મુદ્દાઓ પર વિસ્તૃત અને વ્યવહારું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. કાર્યક્રમ દરમિયાન કલમ ૧૮ અને ૨૬૩ સંબધિત મુદાઆ,ે અપીલ દાખલ કરવામાં થયેલા વિલંબ તથા કન્હીનેશન, એકસપોર્ટ, બુકસ ઓફ અકાઉન્ટ્સના રિજેકશન અંદાજિત ઉમેરાઓ. કલમ ૬૯ અને ૬૯એ હેઠળ ઓન-મનીના આક્ષેપો તેમજ કલમ ૮૦જી હેઠળ મંજૂરી અને અરજીમાં થયેલા વિલંબ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ મોક ટ્રિબ્યુનલ દરમિયાન વિવિધ કેસો પર એડવોકેટ સીએ કેનિલ મેહતા. સી.એ. હિનલ શાહ, સી.એ. પ્રતિક પાલા, સી.એ. કલ્પેશ પારેખ, સી.એ. કલ્પેશ દોશી તથા સી.એ. દર્શક ઠક્કર દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સભ્યો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમમાં આઇસીએના ૨૦૦થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સી.એ. રાજ મારવાણીયા - ચેરમેન, સી.એ. મૌલિક બગડાઈ - વાઈમ ઘેરમેન, સી.એ. ધવલ દોશી - સેક્રેટરી, સી.એ. જયેશ ઘનેજા - ટ્રેઝરર, સી.એ. વિપુલ દત્તાણી - વીકાસા ચેરમેન તેમજ સી.એ. હિરેન રાયયુરા અને સી.એ. બાદલ સોનપાલ - કમિટી મેમ્બર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અંતે, રાજકોટ બ્રાંચ દ્વારા મહેમાનો, વકતાઓ તથા ઉપસ્થિત તમામ સભ્યોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. તેમ રાજકોટ બ્રંાચ ઓફ આઇસીએઆઇના ચેરમેન સી.એ.રાજ મારવાણીયાની યાદીમાં જણાવાયુ છે
(3:30 PM IST)










