<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ટ્રીન...ટ્રીન....ટ્રીન...મનપા દ્વારા સ્વદેશી સાયકલોથોન યોજાઈ : બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયકલોથોન યોજાઈ હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઝંડી આપી સ્વદેશી સાયકલોથોનનો શુભારંભ કરવામાં આવેલ. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. આજના આ કાર્યક્રમમાં ૩૦૦૦થી વધુ શહેરીજનોએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજની સ્વદેશી સાયકલોથોન ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા,  દક્ષાબેન વસાણી, સાયકલ કલબના  દિવ્યેશભાઈ અધેરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સમીર ધડુક, સહાયક કમિશનર વિપુલ ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, રાજકોટ મહાનગરપાલિકાનાઅધિકારી-કર્મચારી અને બહોળી સંખ્યામાં સાયકલીસ્ટો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સાયકલોથોન પૂર્ણ થયા બાદ લક્કી ડ્રો કરી પાંચ લક્કી વિજેતાને મહાનુભાવોના  હસ્તે સાયકલ ભેટમાં આપવામાં આવેલ. લક્કી ડ્રોમાં વિજેતા થનાર (૧) નવાબ, (૨) ભકિતબેન, (૩) વિરાજ જોબનપુત્રા, (૪) કૃણાલ મરવાણીયા અને (૫) આરદેસણા કુલદીપને સાયકલ ભેટ આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ.

(3:41 PM IST)