<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

રાજકોટમાં રવિવારે સફર, સંવાદ, સાહિત્‍યનો કાર્યક્રમ

‘અકાદમી યુવા ગૌરવ પુરસ્‍કાર' વિજેતા લેખક-પત્રકાર લલિત ખંભાયતા સાથે તેમના સાહિત્‍ય, સર્જન, સફર, સંશોધન વિશે બ્રાન્‍ડ કન્‍સલ્‍ટન્‍ટ અને ફિલ્‍મ નિર્માતા હારિતઋષિ પુરોહિત સંવાદ કરશે

રાજકોટ તા.૨૬: રાજકોટના આંગણે તા.૨૮ ને રવિવારે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ગ્રેટર રોટરી ભવન, મનહર પ્‍લોટ, રાજકોટ ખાતે અનોખો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ‘અકાદમી યુવા ગૌરવ પુરસ્‍કાર' વિજેતા લેખક-પત્રકાર લલિત ખંભાયતા સાથે તેમના સાહિત્‍ય, સર્જન, સફર, સંશોધન વિશે બ્રાન્‍ડ કન્‍સલ્‍ટન્‍ટ અને ફિલ્‍મ નિર્માતા હારિતઋષિ પુરોહિત સંવાદ કરશે.

લલિત ખંભાયતાએ કુલ નવ પુસ્‍તકો લખ્‍યા છે. તેમાંથી છેલ્લે આવેલા પુસ્‍તક ‘ઉતાવળે સર્જાયેલું સાહિત્‍યઁ અને પ્રવાસના પુસ્‍તક ‘રખડે એ મહારાજા' વિશે વિશેષ સંવાદ થશે. ‘રખડે એ મહારાજા'ને એકથી વધારે ઈનામો મળી ચૂકયા છે.

કાર્યક્રમનું સંચાલન રાજકોટના જાણીતા આર.જે.અનિરૂદ્ધ કરશે. જ્‍યારે લેખક સાથે પ્ર‘ોતરી હારિતઋષિ પુરોહિત કરશે. એ પછી વાચકો પણ પોતાના સવાલો પૂછી શકશે અને સંવાદ કરી શકશે. કાર્યક્રમમાં સૌ સાહિત્‍યરસિકો, વાંચન શોખીન શ્રોતાઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી લેવા અનુરોધ કરાયો છે.

(1:02 PM IST)