<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

GEN-Z ડાયરામાં લોક સંગીત, ભકિત અને ભજન પિરસાશે

ભારતીય સનાતન ધર્મ અને સંસ્‍કૃતિના સમન્‍વય સાથે થર્ટીફર્સ્‍ટની ઉજવણી કરાશે યુવા ગાયક પિયુષ ગઢવી, ડીજે દર્શન અને તેની ટીમ જમાવટ કરશેઃ રાત્રીના ૧ર ના ટકોરે આરતી સાથે કાર્યક્રમ સંપન્‍ન

રાજકોટઃ યુવી ઇવેન્‍ટ ગ્રુપ તથા વિશાલની ટીમ દ્વારા યુવાનો માટે એક નવતર અને સાંસ્‍કૃતિપ્રધાન પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યો છે. ૩૧ ડિસેમ્‍બર વર્ષાતને બાહ્ય પヘમિી સંસ્‍કૃતિની ઉજવણી અલગ કલબ કલ્‍ચરથી દૂર, પરંપરાગત ભારતીય  સજનાતન ધર્મ અને સંસ્‍કૃતિના સમન્‍વય સાથે ઉજવવા માટે ‘‘GEN-Z ડાયરો''નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત વિશાલ અને ઉજાલા એ જણાવ્‍યું હતું કે, ગુજરાતની ઓળખ સમાન અસ્‍મિતા સંસ્‍કૃતિના પ્રતિક એવા લોકસંગીતને આધુનિક યુવા અભિગમ   સાથે રજૂ કરવામાં આવશે.

આજની પેઢીને ગુજરાતની ઓળખ સમાન અસ્‍મિતા રૂપ લોકસંગીત સાથે જોડાવાનો સંસ્‍કારસભર પ્રયાસ કરવામાં આવ્‍યો છે, જીતુભટ્ટના ગીતકાર અને સાહિત્‍યકા પિયુષ ગઢવી તેમજ યુવા ટીમ સાથે, તેમજ ડીજે દર્શન અને તેમની ટીમ દ્વારા લોકસંગીત, ભકિત અને ભજનની ત્રિવેણી રજૂ કરવામાં આવશે. કાર્યક્રમ યુવાનોને આકર્ષે તેવા આધુનિક અભિગમ સાથે, પરંતુ સંપૂર્ણપણે સનાતન ધર્મ અને ભારતય સંસ્‍કૃતિના મૂલ્‍યોને કેન્‍દ્રમાં રાખીને યોજાશે તેમ જણાવાયું છે. આ કાર્યક્રમમાં આદિત્‍ય ઇન્‍ટરનેશન કુરિયરના ઓનર્સ પ્રથમભાઇ દવે, રુદ્ર સેતુ ફાઉનડેશન અને રિયલ હામન ટ્રસ્‍ટના સંસ્‍થાપક હિરેનભાઇ જોશી, ભાજપ અગ્રણી મનીષ ભટ્ટ, મ્‍યુઝિક ડાયરેકટર પંકજભાઇ ભટ્ટ ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમરાજકોટના નવા ૧પ૦ ફુટ રિંગ રોડ પર, અટલ સરોવર પાસે આવેલ   ‘‘કેફેનીટીકેફે'' ખાતે યોજાશે. પાસની કિંમત રૂા.પ૦૦/- જયારે ૧ર વર્ષ સુધીના બાળકો માટે રૂા.ર૦૦/- રાખેલ છે જે અંગે વધુ માહિતી માટે મો. ૯૯૦૯૩ ૭૨૯૯૫ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીર અભિજીત બગથરીયા)

(2:09 PM IST)