<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

કાલે ધ સુપર સ્‍કૂલ આઇડલ ર૦રપ મેગા ઇન્‍ટર સ્‍કુલ ટેલેન્‍ટ આઇડલ હન્‍ટ : શાશ્વત ફાઉન્‍ડેશનનું આયોજન

રપ શાળાઓના ૭૦૦ વિદ્યાર્થીઓ ટેલેન્‍ટ રજુ કરશે : શાશ્વત ગુરૂ દ્રોણાચાર્ય સન્‍માન એનાયત થશે

રાજકોટ : શાશ્વત ફાઉન્‍ડેશન રાજકોટ દ્વારા સતત ત્રીજા વર્ષે એક નવીનતમ અભિગમ ધરાવતો ઇન્‍ટર સ્‍કુલ મેગા ટેલેન્‍ટ આઇડલ હન્‍ટ - ‘‘ધ સુપર સ્‍કુલ આઇડલ-ર૦રપ'' શીર્ષક હેઠળ તા. ર૭ શનિવારના રાત્રીના ૮:૩૦ કલાકથી પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાએલ છે.

આ મેગા ઇન્‍ટર સ્‍કુલ ટેલેન્‍ટ આઇડલ હન્‍ટની ઇવેન્‍ટમાં શહેરનાં ૬ ઝોનની રપ સ્‍કુલના ૭૦૦ વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીમાં મેગા પરફોર્મન્‍સ એક મંચ પર આપશે. જેના દ્વારા આ પ્રતિભા ખોજ અભિયાન થકી શ્રેષ્‍ઠ પરફોર્મન્‍સને અનેક કેટેગરીમાં વિજેતા ઘોષિત કરી સન્‍માનિત કરવામાં આવશે. સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટનાં સપોર્ટ થકી આયોજીત આ સમારોહમાં શાશ્વત ફાઉન્‍ડેશન રાજકોટ દ્વાર શહેરનાં સિનિયર કેળવણીકારો, વિદ્યા ઉપાસકોને સન્‍માનિત કરી અને આજની પેઢીને એમનાં શિક્ષણ જગતને અર્પણ અમૂલ્‍ય યોગદાનને બિરદાવવનાં પ્રયાસ સ્‍વરૂપ ‘‘શાશ્વત ગુરૂ દ્રોણાચાર્ય સન્‍માન-ર૦રપ'' સન્‍માનથી સન્‍માનિત થનાર છે. એ મરણોપરાંત જેમને આ સન્‍માન એનાયત થશે તે રાજકોટ શિક્ષણ જગતનાં ગુરૂ ૩૦ થી વધુ સ્‍કુલો, કોલેજો, એજયુકેશન ઇન્‍સ્‍ટીટયુટોનાં આદ્યસ્‍થાપક મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટના સંસ્‍થાપક એવા ગુરૂવર્ય સ્‍વ. લાભુભાઇ ત્રિવેદીને આ સન્‍માન અર્પણ કરવામાં આવશે. બીજા એવા વિદ્યાઉપાસક, પર્યાવરણવાદી ૧ર થી વધુ સ્‍કુલો, કોલેજોનાં સંસ્‍થાપક તેમજ સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતમાં અધ્‍યક્ષ સર્વોદય એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટનાં સ્‍થાપક ભરતભાઇ ગાજીપરાને આ સન્‍માન એનાયત થશે તો વિકાસ વર્તુળ ટ્રસ્‍ટ અને વિવિધ વર્તમાનપત્રોમાં કારકિર્દીના કટાર લેખક એસ. જી. માનસેતાને આ ‘‘શાશ્વત ગુરૂ દ્રોણાચાર્ય સન્‍માન-ર૦રપ'' એનાયત કરવામાં આવશે.

 આ પ્રસંગે સંસદ સભ્‍ય પરસોત્તમભાઇ રૂપાલા, ધારાસભ્‍યો ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલારા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, પ્રમુખ માધવ દવે, મહામંત્રી અશ્વીન મોલીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઇ પુજારા, કોર્પોરેટર દિલીપભાઇ લુણાગરીયા, પુરૂષાર્થ મંડળ પ્રમુખ કિશોરભાઇ રાઠોડ, ગિરગંગા પરિવારના દિલીપ સખીયા, ઉદ્યોગપતિઓ પરસોત્તમભાઇ કમાણી, વસંતભાઇ લિંબાસીયા, વીરાભાઇ હુંબલ, જોલીભાઇ હાલાણી, જે. પી. જવેલ્‍સના ભરતભાઇ પટોડીયા, વિશાલભાઇ સગપરીયા, નિરજભાઇ ભીમજીયાણી, પ્રો. યશવંતગીરી તથા પ્રવિણપુરી અને ડો. અલ્‍પનાબેન ત્રિવેદી તેમજ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના ડી. વી. મહેતા, પ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉર્વેશભાઇ પટેલ, પરિમલ પરડવા, રામભાઇ ગરૈયા, સુદીપભાઇ મહેતા, જતીનભાઇ ભરાડ, અજયભાઇ પટેલ, વિપુલભાઇ પાનેલિયા તેમજ વિશાલભાઇ હીરાણી, જીતેશભાઇ મકવાણા, રાજકુમાર ઉપાધ્‍યાય ઉપસ્‍થિત રહેશે.

શાશ્વત ફાઉન્‍ડેશન રાજકોટનાં પ્રમુખ નિલેશપુરી ગોસ્‍વામી, પરેશભાઇ સખિયા, હિમાંશુભાઇ કયાડા, ગિરીશભાઇ ગોહેલ, ધર્મેશભાઇ પાટલીયા, ઉદયભાઇ માંડલીયા, પરેશભાઇ ટોપિયા, ધર્મેન્‍દ્રભાઇ પિલોજપરા, પરેશભાઇ ઢોલરીયા, મહેશભાઇ ટોપિયા, નવિનભાઇ સાંગડીયા તેમજ શાશ્વત યુથ કલબ તથા શાશ્વત લેડીસ કલબનાં બહેનો  જહેમત ઉઠાવી રહ્યા છે. આ અંગે વધુ માહિતી માટે મો. ૮૭૮૦૧૪૯૦પર ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:11 PM IST)