<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

કોઠારીયા રોડ રણુજાનગરમાં ઇરવાબેન અને તેના પતિ વિમલભાઇ પર ભત્રીજાવહુનો હુમલો

તેં કેમ મારા ઘરમાં કચરો ફેંક્‍યો કહી માથાકુટ કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૬: કોઠારીયા રોડ પર રણુજાનગરમાં રહેતાં દંપતિ પર બાજુમાં જ રહેતી ભત્રીજાવહુએ કચરો નાખવા બાબતે ઝઘડો કરી ઢીકાપાટુ મારતાં અને પથ્‍થરથી માર મારતાં બંનેને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ રણુજાનગરમાં બ્રહ્માણી હોલ સામે રહેતાં ઇરવાબેન વિમલભાઇ ટાંક (ઉ.વ.૪૨) સાથે બાજુમાં જ રહેતી ભત્રીજાવહુ પાયલબેન જયદિપભાઇ ટાંકે ઝઘડો કરી ઝપાઝપી કરી ઇરવાબેનને પછાડી દઇ પથ્‍થરથી માર માર્યો મારતાં દેકારો સાંભળી વિમલભાઇ વચ્‍ચે પડતાં તેને પણ માર મારતાં બંનેને હોસ્‍પિટલે ખસેડાતાં ઇરવાબેનને સારવાર માટે દાખલ કરાયા હતાં અને વિમલભાઇને પ્રાથમિક સારવાર અપાઇ હતી.

ઇરવાબેને કહ્યું હતું કે હું ઘરે હતી ત્‍યારે પાડોશમાં જ રહેતી મારી ભત્રીજાવહુ પાયલબેને મારી પાસે આવી-તે કેમ મારા ઘરમાં કચરો નાંખ્‍યો છે? તેમ કહેતાં ે મેં કોઇ કચરો નાંખ્‍યો નથી તેવો જવાબ આપતાં તેણીએ ઉશ્‍કેરાઇ જઇ મારામારી કરી હતી. મિલ્‍કત મામલે માથાકુટ ચાલતી હોઇ અગાઉ પણ પાંચ વખત ભક્‍તિનગર પોલીસમાં અરજી કરી છે. વિમલભાઇ અને ઇરવાબેન અનાજ દળવાની ઘંટી ચલાવે છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

 

(2:38 PM IST)