તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th December 2025
જંગલેશ્વરમાં ૩પ હજાર લોકોને કલેકટર તંત્ર બેઘર કરી સરકાર ત્યાં શું કરવા માંગે છે?! રીવર ફ્રન્ટ માટે આટલી મોટી જગ્યા?!!
રાજકોટ અને પ્રદેશના કોંગ્રેસ અગ્રણીઓનું બપોરે રાા વાગ્યે કલેકટરને વિસ્તૃત આવેદન... આ લોકો ૪૦ થી પ૦ વર્ષથી અહિં વસે છેઃ કલેકટરશ્રી ૩પ હજાર લોકો બેઘર ન થાય તે પ્રમાણે નિર્ણય લ્યે તેવી અપેક્ષા આવેદન દેવામાં ઇન્દ્રનીલ રાજયગુરૂ, ગાયત્રીબા વાઘેલા, ઇન્દ્રવિજયસિંહ જાડેજા, જીજ્ઞેશ મેવાણી, લાલજીભાઇ દેસાઇ, અતુલ રાજાણી, રાજદિપસિંહ જાડેજા વિગેરે આગેવાનો જોડાયા જંગલેશ્વર અંગે કોંગ્રેસ આગેવાનો બપોરે ર વાગ્યા બાદ પીડીતોનો ર કુટુંબોને સાથે રાખી કલેકટરને આવેદન આપશેઃ ત્યારબાદ ક્રિષ્ણા ચોકમાં સભા અને ત્યારબાદ ૩ વાગ્યે સોરઠીયા વાડી સર્કલ સુધી જંગી રેલી નીકળશે તેમ કોંગ્રેસના રાજકોટ પ્રમુખ શ્રી રાજદિપસિંહ જાડેજાએ ''અકિલા''ને જણાવ્યું હતું

રાજકોટ તા. ર૬: જંગલેશ્વરમાં ૧ર૦૦થી વધુ મકાનો તોડી પાડવા અંગે મામલતદારની નોટીસો બાદ આજે બપોરે રાા વાગ્યે ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલ રાજયગુરૂની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનોએ કલેકટરને વિસ્તૃત આવેદન પાઠવી રાજકોટ પૂર્વ ટીપી સ્કીમ નંબર ૬ના અલગ અલગ ખંડને નોટીસ આપવા બાબતે વિસ્તૃત રજૂઆતો કરી હતી. આવેદનમાં ઉમેરાયું હતું કે, ઉપરોકત વિસ્તારમાં લગભગ ૬૦૦૦ હજાર કુટુંબ પૈકી ૧૩૦૦ ૧૪૦૦ કુટુંબને નોટિસ આપવામાં આવી છે. આ ટીપી સ્કીમ પ્રારંભિક તબકકે તે જમીન પર દબાણ દેખાડવામાં આવ્યું હતું. અહીં વસતા લગભગ ૩પ૦૦૦ હજાર લોકોને કે જેવો ૪૦ પ૦ વર્ષથી ત્યાં વસે છે તેમને દૂર કરી સરકાર ત્યાં શું કરવા માંગે છે તે જાણ કર્યા વગર આવું શા માટે કરી રહ્યા છો તે ના સમજાય તેવી વાત છે.
સમાચારમાં જાણ્યા મુજબ રિવર ફ્રન્ટ બનાવવા અર્થે છે તે જાણવા મળે છે. રીવર ફ્રન્ટ માટે આટલી મોટી જગ્યાની જરૂરિયાત રહેતી નથી. આજકાલની સરકાર પીપીપી યોજના જેવી રૂપકડા નામ સાથે લોકોના કાયદેસર મકાનો પાડી બિલ્ડરોને ફાળવી મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તે વાત પણ આપથી અજાણ નહીં હોય ત્યારે અન્ય જગ્યાનો લોક હિત માટે શું ઉપયોગ કરવાના છો તે સ્પષ્ટ થતું નથી. આ જમીન પર દબાણ થયું ત્યારે આપનું તંત્ર શું કરી રહ્યું હતું અને તેમાં કોણ જવાબદાર હતું તેની સામે શું પગલા લેવામાં આવ્યા તે આપ જણાવશો. આ જમીન પર વસતા ૩પ૦૦૦ હજાર લોકો જે પોતાની રોજી રોટી કમાવા ૪૦, પ૦ વર્ષથી અહીં વસે છે. જે પૈકી કોઇ મજૂર, ફેકટરીમાં કામદાર, સફાઇ કર્મી, ડ્રાઇવર, કડિયા જેવા કામ કરી આજના રાજકોટના નિર્માણમાં ફાળો પ્રદાન કર્યો છે અને તેમનો રપ - પ૦ વાર જગ્યાનો અધિકાર છે તેવું અમે શહેરીજનો માનીયે છીએ. રિવર ફ્રન્ટ જેવા રૂપાળા નામથી અન્ય લોકોને વિકાસની વાત સમજાવી બીજેપી સરકાર તંત્રનો ઉપયોગ કરી મોટો ભ્રષ્ટાચાર કરવા ઇચ્છે છે. આપની ફરજ બંધારણ મુજબ લોક હિત માટે હોવી જોઇએ. સરકાર આપની બદલી કરવાથી વિશેષ કાર્ય કરી શકે નહીં તે કવચ પણ બંધારણે તમને પુરૃં પડયું છે ત્યારે, બીજેપી ના ભ્રષ્ટાચાર કરતા ૩પ૦૦૦ લોકો બે ઘરના થાય તે જરૂરી હોય આપ તે પ્રમાણે નિર્ણય લ્યો તેવી અમારી અપેક્ષા છે.
આ દેશના દરેક નાગરિક માલિક છે અને તેને સરકાર એક ઘર આપી શકી નથી માટે તેવી મફતીયામાં વસી મજુરી કરી દેશ વિકાસના સહભાગી હોય તેમને આટલી જમીન પર અધિકાર કહેવાય દબાણ નહીં તે આપ પણ સમજતા હશો ત્યારે આશા રાખીએ છીએ કે લોકો માટે અનુ કૂળ નિર્ણય કરશો ઇશ્વર આપને શકિત આપે તેવી પ્રાર્થના છે. પ્રદેશ લેવલના પ્રમુખ-આગેવાનો સર્વશ્રી આવેદન દેવામાં ઇન્દ્રનીલ રાજયગુરૂ, ગાયત્રીબા વાઘેલા, ઇન્દ્રવિજયસિંહ જાડેજા, જીજ્ઞેશ મેવાણી, લાલજીભાઇ દેસાઇ, રાજદિપસિંહ જાડેજા, ડો. હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, ડી. પી. મકવાણા, અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, વશરામભાઇ સાગઠીયા, વિગેરે જોડાયા હતા.
(3:01 PM IST)










