News of Friday, 26th December 2025
‘સાઝ ઓર આવાઝ' યોજીત સંગીત સંધ્યાએ શ્રોતાઓને ડોલાવ્યા
મહમદ રફીના અવાજમાં પ્રસન્નરાવજી અને આશા-લતાના અવાજમાં ધ્વની મુલેજીની સુંદર પ્રસ્તુતિ

રાજકોટ : ખુબ લોકપ્રિય સંગીત ગ્રુપ ‘સાઝ ઓર આવાઝ'નો ૫૧મો ગોલ્ડન જયુબેલી કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. જેમાં પાヘર્વ ગાયક મહમદ રફીનો આબેહુબ અવાજ ગણાતા મુંબઇના કલાકાર શ્રી પસન્નરાવજી સાથે આશાજી અને લતાજીનો અવાજ ધરાવતા બરોડાના ગાયીકા ધ્વની મુલેજી તેમજ ગુજરાતનું ગૌરવ એવા શ્રેષ્ઠ એન્કર લિપ્પી ઓઝાએ સુંદર પરફોર્મ આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાથે તુસારભાઇ ગોસાઇનું જન્મો લાઇવ ઓરકેસ્ટ્રાએ પણ ખુબ જમાવટ કરી હતી. સાઝ ઓર આવાઝે ૫૧માં ગોલ્ડન જયુબેલી પ્રોગ્રામ સાથે ૧૨ વર્ષ પૂર્ણ કરેલ છે. જેનો પુરોપુરો શ્રેય સંસ્થાના સ્થાપક અશોકભાઇ દેસાઇ અને સક્રીય કમીટીને જાય છે. ફેમીલી સાથે લોકો સંગીત માણી શકે તેવા આયોજન કરતા સાજ ઓર આવાઝની રિન્યુઅલ મેમ્બરશીપ ૨૦૨૬ની હાલ ચાલુ છે. સભ્યપદ લેવા ઇચ્છુકોએ અશોકભાઇ દેસાઇ મો.૯૯૨૫૭ ૧૭૬૬૩ અને જીતેન્દ્રભાઇ શુકલ મો.૯૮૨૫૭ ૮૨૭૧૪નો સંપર્ક કરવા જણાવાયુ છે. આ ૫૧માં ગોલ્ડન જયુબેલી પ્રોગ્રામની સફળતા માટે પ્રમુખ અશોકભાઇ દેસાઇ, કમીટી મેમબરો મધુભાઇ ભટ્ટ, વિજયભાઇ નાગ્રેચા, જીતેન્દ્રભાઇ શુકલ, પ્રકાશભાઇ બુધ્ધદેવ, જે. કે. જોષી, સત્યેનભાઇ તિવારી, જયંતભાઇ અગ્રવાલ, નવીનભાઇ દેસાઇ, હર્ષદભાઇ મહેતા, પ્રફુલભાઇ ચુડાસમા, સુરેશભાઇ ખમ્મા, ચિરાગભાઇ ભટ્ટ, ભરતભાઇ શુકલ, પરેશભાઇ મહેતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
(4:01 PM IST)










