<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

કેક ઉત્‍પાદકો-વેચાણકારોને ત્‍યાં ચેકીંગઃ નમૂના લેવાયા

મનપાની ફુડ શાખા ત્રાટકી : મુંજકા વિસ્‍તારમાં ર૦ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચકાસણીઃ ૧૧ને નોટીસ

રાજકોટ, તા. ર૬: મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના મુંજકા ગામ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૧ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

આ અંગે મનપાના આરોગ્‍ય વિભાગના સતાવાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ફુડ શાખાની કામગીરી આ મુજબ છે.

ચેકીંગ કરી ૧૧ ને નોટીસ

વિવિધ વિસ્‍તારમાં ચેકીંગ દરમ્‍યાન મુરલીધર પાન એન્‍ડ કોલ્‍ડ્રિંક્‍સ, જય જલારામ નાસ્‍તા હાઉસ, મહારાજ ભોજનાલય, બાલાજી રેસ્‍ટોરેન્‍ટ, શિવશક્‍તિ મેડિકલ, ક્રિષ્‍ના ડાઈનીંગ હોલ, શિવશક્‍તિ નાસ્‍તા પોઈન્‍ટ, જરિયા ડાઈનીંગ હોલ, બંસીધર ફૂડ ઝોન, ગાત્રાળ ડેરી ફાર્મ સહીતના ૧૧ ને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

નમૂના લેવાયા

ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ  સ્‍વીસ ચોકલેટ કેક (લુઝ) શ્રી ભવાની સેલ્‍સ એજન્‍સી, ICICI બેન્‍ક પાસે, કાલાવડ રોડ,  ડબલ ડિલાઇટ કેક (લુઝ) ધ કેક બાર, પીનેકલ બિલ્‍ડીંગ, કોટેચા ચોક, કાલાવડ રોડ, બટર સ્‍કોચ કેક (લુઝ) કે.પી. ફૂડ્‍સ (કેક ફોરેસ્‍ટ ATM), પીનેકલ બિલ્‍ડીંગ, કોટેચા ચોક, કાલાવડ રોડ, જર્મન ચોકલેટ કેક (લુઝ) બેક હાઉસ, પીનેકલ બિલ્‍ડીંગ, કોટેચા ચોક, કાલાવડ રોડ, પ્‍લમ કેક (લુઝ) પ્રાઈડ ડેલિસીયસ બેકર્સ, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ, પાઈનેપલ કેક (લુઝ) પ્રાઈડ ડેલિસીયસ બેકર્સ, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ, કસાટા પેસ્‍ટ્રી (લૂઝ) તથા  માહિ લાઈવ બેકરી, જલારામ-૪, યુનિવર્સિટી રોડ, ચોકો આલ્‍મંડ કુકીઝ (લૂઝ) માહિ લાઈવ બેકરી, જલારામ-૪, યુનિવર્સિટી રોડ સહિતના ૮ નમૂના લેવામાં આવ્‍યા હતા. આ નમૂના રાજય સરકારની વડોદરા સ્‍થિત લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્‍યા છે.

(3:31 PM IST)