<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

દેશી દારૂના ધંધાર્થી પર પોલીસની ધોંસ : ૪૦ ઝડપાયા

ગાંધીનગરમાં યોજાયેલી ક્રાઇમ કોન્‍ફરન્‍સમાં થર્ટી પૂર્વે દારૂની રેલમછેલ અટકાવવા અપાયેલી સૂચનાના પગલે શહેર પોલીસની ડ્રાઇવઃ રાતથી શરૂ થયેલી ડ્રાઇવ સવાર સુધી ચાલી

 

રાજકોટઃ જંગલેશ્વરમાં ૧૨૦૦ મકાનધારકોને નોટીસ બાબતે આજે બપોરે ર વાગ્‍યે રાજકોટ અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્‍ય તથા અન્‍યોએ ર થી ૩ કુટુંબોને સાથે રાખી કલેકટરને વિસ્‍તૃત આવેદન પાઠવી ૩૫ હજાર કુટુંબોને બેઘર ન કરવા રજૂઆતો કરી હતી તે નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત

ગાંધીનગર, તા. ર૬: ગાંધીનગરમાં મુખ્‍યમંત્રી અને ગળહમંત્રીની હાજરીમાં યોજાયેલી ક્રાઇમ કોન્‍ફરન્‍સમાં રાજય પોલીસ વડા દ્વારા થર્ટી પૂર્વે દારૂની રેલમછેલ અટકાવવા માટે દેશી વિદેશી દારૂના ધંધાર્થી પર ધોંસ બોલવવા સૂચના આપવામાં આવી  હતી જેને લઇને રાજકોટમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર સ્‍થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમે ધોંસ બોલાવી હતી. ગઇકાલે સાંજથી શરૂ થયેલી આજ સવાર સુધી આ ડ્રાઇવ ચાલી હતી. જેમાં પોલીસે બે ડઝનથી વધુ દેશી દારૂના ધંધાર્થીઓને ઝડપી લઇ દેશી દારૂ અને દારૂ બનાવવાનો આથો સહિતનો મુદામાલ કબજે કરી પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેરસરની કાર્યવાહી કરી હતી.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સૂચના હેઠળ એસીપી ક્રાઇમ બી.બી.બસીયાના માર્ગદશનમાં ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર. ગોંડલીયા,એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચની અગલ અગલ ટીમ દ્વારા ગઇકાલે રાત્રીથી દેશી દારૂના ધંધાર્થીઓ વિરૂધ્‍ધ ડ્રાઇવ હાથ ધરી હતી. પોલીસે આ ડ્રાઇવ દરમિયાન દેશી દારૂના ધંધાર્થીઓ સામે ધોંસ બોલાવી હતી. જેમાં ક્રાઇમ બ્રાંચની ટીમે ૧૦ થી વધુ દેશીદારૂના ધંધાર્થીઓને ઝડપી લઇ દેશી દારૂ બનાવવાનો આથો, દેશી દારૂ સહિતનો મુદામાલ કબજે કરી ધંધાર્થીઓ સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ક્રાઇમ બ્રાંચની ટીમ ઉપરાંત એલીસીબી ઝોન-૧,એલસીબી ઝોન-૨ અને પેરોલ ફર્લો સ્‍કોવડ તથા નાસતા ફરતા સ્‍કોવડની ટીમ અને સ્‍થાનિક પોલીસ દ્વારા દેશીદારૂ ધંધાર્થી પર ધોંસ બોલાવવામાં આવી હતી. જેમાં પ્ર.નગર પોલીસ દેશી દારૂના છ કેસ કર્યા હતાં. થોરાળા પોલીસે ત્રણ કેસ,આજીડેમ પોલીસે ત્રણ કેસ, માલવીયાનગર પોલીસે ત્રણ કેસ, ગાંધીગ્રામ પોલીસે બે કેસ કર્યા હતાં. પોલીસે દ્વારા રાત્રીના શરૂ કરાયેલી દેશી દારૂની ડ્રાઇવ આજે સવાર સુધી ચાલી હતી. દેશી દારૂા ધંધાર્થી સામે પોલીસે ધોંસ બોલાવતા દારૂના ધંધાર્થીઓમાં રીતસરનો ફફડાટ ફેલાઇ ગયો હતો. આગામી દિવસોમાં પણ સમયાંતરે આ પ્રકારે દેશી દારૂના ધંધાર્થીઓ સામે ડ્રાઇવ યોજાતી રહેશે તેવું પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું.

શહેર પોલીસ દ્વારા થર્ટી ફર્સ્‍ટ અને નાતાલના તહેવારને લઇ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસના આ ચેકિંગ દરમિયાન ત્રણ શખસો નશાની હાલતમાં ઝડપાયા હતાં. જેમાં પ્ર.નગર પોલીસે પોપટપરા સેન્‍ટ્રલ જેલની પાછળના રોડ પરથી નરેશ ભુરજીભાઇ કલાસવા નામના વાહનચાલકને સદર બજાર પોલીસ ચોકી પાસેથી અમીત જયસંગભાઇ કામી નામના વાહનચાલકને પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. જયારે માલવીયાનગર પોલીસે ગોકુલધામ મેઇન રોડ પર વિજય હોટલની બાજુમાંથી હિતેશ જેન્‍તીભાઇ લીંબાસીયા નામના શખસને નશાની હાલતમાં ઝડપી લીધો હતો.

(3:33 PM IST)