News of Friday, 26th December 2025
જંગલેશ્વરમાં બપોરે ૩ વાગે કોંગ્રેસની જાહેરસભા શરૂ : જીજ્ઞેશ મેવાણી, ડો. ગોહિલ સહિતના નેતાઓ હાજર

રાજકોટ : ડીમોલેશન મામલે કોંગ્રેસે આંદોલન છેડયું છે. આજે બપોરે કલેકટરશ્રીને આવેદન આપ્યા બાદ આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગ્યાથી જંગલેશ્વરમાં જાહેરસભા યોજાએલ છે. આ જાહેરસભામાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશભાઇ મેવાણી, ઓલ ઇન્ડિયા સેવા સદનના અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇ, પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, ડો. ગોહિલન સહિતના નેતાઓ હાજર, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલભાઇ રાજગુરૂ, પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, ડી. પી. મકવાણા, પ્રદેશ ઓબીસી કાર્યકારી અધ્યક્ષ મહેશભાઇ રાજપૂત, મહાપાલીકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, પ્રદેશ એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સભા સંબોધશે. જાહેરસભા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સાથે સોરઠીયાવાડી સર્કલ સુધી પદયાત્રા કરનાર હોવાનું જાણવા મળે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:50 PM IST)










