News of Saturday, 27th December 2025
ગ્રાહક જાગૃતિ માટે સંકલ્પ, સુત્રોચ્ચાર

રાજકોટઃ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના ઉપક્રમે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે જયુબેલી બાગમાં મંડળના કાર્યકરોએ પ્રતિજ્ઞાબદ્ધ બની ગ્રાહક સુરક્ષા અને જાગૃતિ માટે કામ કરવા સંકલ્પ લીધેલ અને ગ્રાહક જાગોના સુત્રોચાર વચ્ચે પત્રિકા વિતરણ કરેલ આ પ્રસંગે મંડળના પ્રમુખ યશવંત જનાણી હિંમતભાઇ લાબડીયા, મહામંત્રી આર.વી. સોલંકી,ઉપપ્રમુખ જયવંતભાઇ ચોવટીયા, અશોકભાઇ બાણુંગરીયા, મંત્રીઓ હિનાબેન કનેરીયા અને રસીદભાઇ કાજી, મંડળના સલાહકાર મહેતાભાઇ હાજર રહ્યા હતા મુખ્ય સંયોજક રાજેશભાઇ ગોંડલીયાએ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનનું મહત્વ સમજાવી કાર્યક્રમનું સંચાલન કરેલ.
(12:08 PM IST)










