<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

રાજકોટ ડિવિઝનના ભક્‍તિનગર સ્‍ટેશનનો થઈ રહ્યો છે કાયાકલ્‍પ, ‘અમૃત ભારત યોજના' અંતર્ગત મળશે વિશ્વસ્‍તરીય સુવિધાઓ

રૂા.૨૬.૮૦ કરોડના ખર્ચે સૌરાષ્‍ટ્રનું અગ્રણી ઔદ્યોગિક રેલવે કેન્‍દ્ર સુસજ્જ બની રહ્યું છે

રાજકોટઃપશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા માળખાગત સુવિધાઓને મજબૂત કરવાની દિશામાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી રહી છે.અમૃત ભારત સ્‍ટેશન યોજના (ABSS) હેઠળ, રાજકોટ શહેરની મધ્‍યમાં આવેલ ભક્‍તિનગર સ્‍ટેશનનો વ્‍યાપક કાયાકલ્‍પ કરવામાં આવી રહ્યો છે. સૌરાષ્‍ટ્રના પ્રમુખ ઔદ્યોગિક કેન્‍દ્રમાં સ્‍થિત હોવાને કારણે આ સ્‍ટેશન આ વિસ્‍તારની આર્થિક અને સામાજિક જીવાદોરી સમાન માનવામાં આવે છે.

આ મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ પર કુલ ?૨૬.૮૦ કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે (સ્‍ટેશન વિકાસ માટે ?૧૧.૮૧ કરોડ અને ફૂટ ઓવર બ્રિજ માટે ?૧૪.૯૯ કરોડ). દરરોજ સરેરાશ ૪,૭૦૦ મુસાફરોની અવરજવર ધરાવતા આ સ્‍ટેશનનું આધુનિકીકરણ મુસાફરો માટે વિશ્વસ્‍તરીય પ્રવાસનો અનુભવ સુનિ?તિ કરશે. આ વિકાસથી માત્ર રેલવે પ્રવાસને પ્રોત્‍સાહન મળશે અને મુસાફરોની અવરજવરમાં વધારો થશે એટલું જ નહીં, પરંતુ બહેતર પરિવહન સુવિધાઓને કારણે સ્‍થાનિક અર્થતંત્રને પણ નવી ઊર્જા મળશે.

 ભક્‍તિનગર સ્‍ટેશન પર અત્‍યાર સુધી પૂર્ણ થયેલ કાર્યોની વિગત

પ્‍લેટફોર્મ અપગ્રેડેશનઃ પ્‍લેટફોર્મ નંબર ૧ પર કોટા સ્‍ટોન ફલોરિંગ અને પ્‍લેટફોર્મ નંબર ૧, ૨ અને ૩ પર વધારાના નવા કવર શેડ લગાવવામાં આવ્‍યા છે.

 વિશાળ માળખાગત સુવિધાઃ ૮,૬૦૦ ચોરસ ફૂટમાં સ્‍ટેશન બિલ્‍ડિંગનું અપગ્રેડેશન અને ૨,૭૬૦ ચોરસ ફૂટનો વિશાળ કોનકોર્સ હોલ.

 ભવ્‍ય સ્‍ટેશન બિલ્‍ડિંગઃ એસીપી (ACP) ક્‍લેડિંગ સાથે સ્‍ટેશન બિલ્‍ડિંગને નવો લુક આપવામાં આવ્‍યો છે. સાથે જ સરળ ટ્રાફિક માટે અલગ-અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર બનાવવામાં આવ્‍યા છે.

સુવિધાયુક્‍ત પ્રતિક્ષાલયઃ મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ વાતાનુકૂલિત (AC) વેઇટિંગ રૂમ, આધુનિક સ્‍ત્‍ભ્‍ રૂમ અને અદ્યતન સ્‍વચ્‍છતા સુવિધાઓ.

હરિયાળું અને સુંદર સંકુલઃ મુસાફરો માટે ૨૫,૬૮૫ ચોરસ ફૂટમાં વિસ્‍તળત ગાર્ડન અને સકર્યુલેટિંગ એરિયામાં ટેન્‍સાઈલ રૂફ પોર્ચનું નિર્માણ. ફોર-વ્‍હીલર, ટુ-વ્‍હીલર અને દિવ્‍યાંગ મુસાફરો માટે બહેતર ર્પાકિંગ વ્‍યવસ્‍થા.

આધુનિક સાઈનેજઃ આધુનિક સાઈનેજ અને વે-ફાઈન્‍ડિંગ સિસ્‍ટમ.

પ્રકાશ અને વેન્‍ટિલેશનઃ બહેતર લાઈટિંગ અને વેન્‍ટિલેશનની વ્‍યવસ્‍થા.

મોડ્‍યુલર શૌચાલયઃ મહિલા અને પુરુષ મુસાફરો માટે દિવ્‍યાંગજન-અનુકૂળ સુવિધાઓ ધરાવતા આધુનિક મોડ્‍યુલર શૌચાલયોનું નિર્માણ.

જળ વ્‍યવસ્‍થાપનઃ અવિરત પાણી પુરવઠા માટે ૧ લાખ લિટરની ક્ષમતાનો અંડરગ્રાઉન્‍ડ વોટર સંપ અને ૫૦,૦૦૦ લિટરની ઓવરહેડ ય્‍ઘ્‍ઘ્‍ ટાંકી.

દિવ્‍યાંગજન અનુકૂળઃ સમગ્ર સ્‍ટેશન પરિસરમાં રેમ્‍પ, ટેક્‍ટાઈલ ટાઇલ્‍સ અને સમર્પિત ર્પાકિંગ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

 ભક્‍તિનગર સ્‍ટેશન પર હાલમાં ચાલી રહેલા કાર્યોની વિગતઃ

 ફૂટ ઓવર બ્રિજ અને લિફ્‌ટઃ મુસાફરોની સરળ અવરજવર માટે ૧૨ મીટર પહોળો મુખ્‍ય જ્‍બ્‍ગ્‍ (રાજકોટ સાઈડ) નિર્માણાધીન છે, જે ૪ આધુનિક લિફટથી સજ્જ હશે.

વધારાનો જ્‍બ્‍ગ્‍: બીજો ૩.૬૬ મીટર પહોળો વધારાનો ફૂટ ઓવર બ્રિજ (વેરાવળ સાઈડ) નિર્માણાધીન છે, જે ૨ આધુનિક લિફ્‌ટથી સજ્જ હશે.

 મુસાફરોના અનુભવમાં ક્રાંતિકારી સુધારો

રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાના જણાવ્‍યા અનુસારઃ અમળત ભારત સ્‍ટેશન યોજના હેઠળ ભક્‍તિનગર સ્‍ટેશનનો આ પુનઃવિકાસ મુસાફરો માટે સુગમતા અને ગૌરવપૂર્ણ પ્રવાસનો નવો માપદંડ સ્‍થાપિત કરશે. સ્‍ટેશન પર ભીડ ઓછી થવાથી માત્ર સમયની બચત થશે એટલું જ નહીં, પરંતુ આધુનિક માહિતી પ્રણાલી અને બહેતર લાઈટિંગથી સુરક્ષાનું વાતાવરણ પણ મજબૂત થશે. વિશ્વસ્‍તરીય સુવિધાઓથી સજ્જ આ સ્‍ટેશન વડીલો, બાળકો અને દિવ્‍યાંગજનો માટે મુસાફરી વધુ સુલભ બનાવશે. આ સ્‍ટેશન રાજકોટ શહેર અને સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના સામાજિક-આર્થિક વિકાસમાં પણ મહત્‍વની ભૂમિકા ભજવશે અને વધુમાં વધુ લોકોને રેલવે પ્રવાસ માટે પ્રોત્‍સાહિત કરશે.

(2:17 PM IST)