<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

રાજકોટ ગુરૂકુલનું નવુ સોપાનઃ શાંતિગ્રામમાં એકેડેમી સ્‍થપાશેઃ યુવાનોને અધિકારી બનાવવા માટે તાલીમ

તરવડા મહોત્‍સવમાં જાહેરાતઃ સ્‍પધાત્‍મક પરીક્ષાલક્ષી સંપૂર્ણ સુવિધા

જય સ્‍વામિનારાયણઃ રાજકોટ ગુરૂકુલની તરવડા (અમરેલી) શાખાના રજત જયંતી મહોત્‍સવ પ્રસંગે સંતો અને સમાજ શ્રેષ્‍ઠીઓની હાજરીમાં શ્રી સ્‍વામીનારાયણ ગુરૂકુલ એકેડેમીના () પ્રતીકનું અનાવરણ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ, તા.૨૭: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાનની શાખા અમદાવાદ શાંતિગ્રામ ગુરુકુલ ખાતે મહંત સ્‍વામીના સંકલ્‍પથી જીપીએસસી અને યુપીએસસીના વિદ્યાર્થીઓ માટે ગુરુકુલ એકેડેમી બનાવવાની ઘોષણા હાલમાં તરવડા ગુરુકુલમાં ચાલતા ત્રિવેણી મહોત્‍સવમાં કરવામાં આવી છે. જી.પી.એસ.સી. અને યુ. પી. એસ. સી. જેવી સિવિલ સર્વિસીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આદર્શ કોચિંગ સેન્‍ટર પ્રાપ્ત થાય તે હેતુથી  શાંતિગ્રામ ગુરુકુલ, એસજી હાઈવે અમદાવાદ ખાતે આ ગુરુકુલ કોચિંગ સેન્‍ટર શરૂ થશે.

હાલમાં એક લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ અમદાવાદ અને ગાંધીનગરમાં સિવિલ સર્વિસિસની તૈયારીઓ  કરવા માટે આવે છે. આ વિદ્યાર્થીઓને યોગ્‍ય કોચિંગ મળી રહે, રહેવા જમવાની  શ્રેષ્ઠ અને ગુણવત્તા યુક્‍ત સવલત મળી રહે તે માટે શાંતિગ્રામમાં યોગ્‍ય વાતાવરણ ઊભુ કરવાનું  સંતોએ ભીડું ઝડપ્‍યું છે.

આ ગુરુકુલ એકેડેમીનું અનાવરણ  ગુરુ મહારાજ શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામી મહંત સ્‍વામી શ્રી દેવ પ્રસાદદાસજી સ્‍વામી અને  સુરત ગુરુકુલના મહંત શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામી, નારાયણદાસજી સ્‍વામી, કળષ્‍ણપ્રિયદાસજી સ્‍વામી વગેરે સંતો અને અમદાવાદના સમાજ શ્રેષ્ઠિઓ  રમેશભાઈ મેસિયા, બાબુભાઈ શેલડીયા, કાંતિભાઈ ગઢીયા, પ્રવીણભાઈ દેસાઈ, રાકેશભાઈ દુધાત, મનુભાઈ પટોડીયા (યુએસએ ), ધીરુભાઈ બાબરીયા (યુએસએ ) વગેરેના સેવા સહયોગથી કરવામાં આવ્‍યું હતું.

મહંત સ્‍વામી એ જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રને મૂલ્‍યવાન અને આદર્શ અધિકારીઓ મળે તેવા અને ભ્રષ્ટાચાર મુક્‍ત, દેશ પ્રેમ, અને આદર્શ અધિકારીઓના નિર્માણમાં ગુરુકુલ એકેડેમી પાયાનો રોલ નિભાવશે.

 અમદાવાદ અને ગાંધીનગરના સિવિલ સર્વિસીસના એક્‍સપર્ટ ફેકલ્‍ટી ગુરુકુલ એકેડેમીમાં વિદ્યાર્થીઓને ખાસ કોચિંગનો લાભ આપશે. પ્રથમ બેચ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થનાર છે. જેના માટે ૭૫૭૫૮૦૪૪૨૩ શાંતિગ્રામ ઓફિસનો સંપર્ક કરવાનું જણાવ્‍યું છે. 

 

(2:20 PM IST)