News of Saturday, 27th December 2025
ભગીરથ સોસાયટી આર.એમ.સી.ના ગાર્ડન પાસે હાર્ટએટેકથી અજાણ્યા યુવાનનું મોત
યુવાનના હાથમાં વિજય અને કૃષ્ણભગવાન ત્રોફાવેલ છેઃ વાલી વારસની શોધખોળ

રાજકોટ તા. ર૭ :.. શહેરના માર્કેટીંગ યાર્ડ સામે ભગીરથ સોસાયટી પાસે આર.એમ. સી.ના ગાર્ડન પાસે હાર્ટએટેક આવતા અજાણ્યા યુવાનનું મૃત્યુ નિપજયું હતું.
મળતી વિગત મુજબ ભગીરથ સોસાયટી પાસે આર.એમ.સી.ના ગાર્ડન પાસે આશરે ૪પ વર્ષનો અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
બનાવની જાણ થતાં બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ કે. પી. જાદવ અને રાઇટર મહેશભાઇ કછોટ સહિતે હોસ્પીટલે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં આ યુવાન રખડતુ ભટકતુ જીવન જીવતો હતો. તેણે ક્રિમ કલરનું જાકીટ, બ્લુ કલરનો શર્ટ અને કાળા કલરનો શર્ટ પહેરેલ છે. તેના ડાબા હાથના બાવડા ઉપર ગુજરાતીમાં વિજય તથા જમણા હાથના પોંચા ઉપર ‘ઓમ' તેમજ બાવડા ઉપર કૃષ્ણ ભગવાન ત્રોફાવેલ છે. જો કોઇ આ યુવાનના સગા-સંબંધી હોય તો બી. ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નં. ૬૩પ૯૬ ર૯૮૧૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(2:37 PM IST)










