તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th December 2025
કાળીપાટ પાસે રોહીત વ્યાસે ઝેરી દવા પી લેતા મોત
યુવાનને ગોંડલની હોસ્પિટલમાં દમતોડી દીધોઃ કારણ અકળ

રાજકોટ, તા.૨૭: સરધાર નજીક કાળીપાટમાં રહેતા યુવાને ગામ પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ કાળીપાટ ગામમાં રહેતો રોહીત સુરેશભાઇ વ્યાસ (ઉ.વ.૨૦) એ ગઇકાલે ગામ પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ કુલદીપ સિંહ જાડેજા સહિતે યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથધરી છે.
(2:39 PM IST)










