<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

કાર ખરીદવાના નામે છેતરપીંડીના ગુનામાં ફરાર પ્રભુદાસ પકડાયો

ડીસીપી ઝોન-ર પીએસઆઇ એચ.આર.ઝાલાની ટીમે કાલાવડથી ધરપકડ કરી

રાજકોટ, તા., ર૭: શહેરના તાલુકા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં પાંચ મહિનાથી નાસતા ફરતા શખ્‍સને ડીસીપી ઝોન-ર ના નાસતા ફરતા સ્‍કોડે કાલાવડ ગામેથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સુચનાથી ડીસીપી ઝોન ર ના નાસતા ફરતા સ્‍કોવડના પીએસઆઇ આર.એચ.ઝાલાસ્‍ટાફ સાથે આરોપી શોધમાં હતા ત્‍યારે તાલુકા પોલીસ મથકમાં કાર ખરીદવાના બહાને રૂા. ૩.પ૦ લાખનો સોદો કર્યા બાદ યુવાનની કાર લઇ પૈસા ન આપી છેતરપીંડી આચરી હોવાની બે શખ્‍સો વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાઇ હતી. આ ગુનામાં સામેલ શખ્‍સ કાલાવડમાં હોવાની બાતમી મળતા નાસતા ફરતા સ્‍કોડે પ્રભુદાસ સેવાદાસભાઇ ઉર્ફે રામદાસભાઇ સોલંકી  (રહે જામનગરના ફલ્લા ગામમાં)ને કાલાવડથી ઝડપી લીધો હતો. આ ગુનામાં અગાઉ તેના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. આ કામગીરી પી.એસ.આઇ. આર. એચ. ઝાલા હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અનીલભાઇ જીલરીયા, કોન્‍સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા દ્વારા કરવામાં આવી હતી.

(2:51 PM IST)