<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ખોડીયારનગર ખાતે આઈશ્રી સોનલ માના ૧૦૨ માં જન્‍મોત્‍સવની ઉજવણી : તેજસ્‍વી છાત્રોનું બહુમાન

રાજકોટ : ચારણ ગઢવી સમાજ આયોજીત આઈશ્રી સોનલમાના ૧૦૨માં જન્‍મોત્‍સવની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આઈ માના જન્‍મ દિવસની ખોડીયારનગર ખાતે ૩૫ વર્ષથી ઉજવણી કરવામાં આવે છે. ખોડીયારનગર ચારણ સમાજ દ્વારા પ્રમુખ પ્રકાશભાઈ કવલ અને સમગ્ર ટીમ ધ્‍વારા સીઆઇડબલ્‍યુએ શકિત ઉદ્યોગને લઈને આયોજક કોમલબેન ગઢવી સાથે રાજકોટમાં સૌ પ્રથમ ચારણ સમાજના બહેનો માટે એકઝીબીશન પણ ગોઠવવામાં આવ્‍યુ હતુ. આ કાર્યક્રમમાં ખાસ ખંભાળીયાથી પધારેલ ચારણ ગઢવી સમાજ ઈન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશનના એમ.ડી. ચેરમેન રાજાભાઈ રૂડાચ કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે ચારણ સમાજના તેજસ્‍વી તારલાઓનુ બહુમાન કરાવામાં આવેલ. જેમા ૭૫ થી વધુ દિકરા દિકરીનું બહુમાન કરવામાં આવેલ હતુ. તેમજ સમાજ શ્રેષ્‍ઠીઓ અને સમાજના કલાસવન, કલાસ ટુ અધિકારીઓના સન્‍માન કરવામાં આવેલ, કચ્‍છ આણંદ, ખંભાળીયા, જુનાગઢ જામનગર જેવા મોટો શહેરના સીજીઆઇએફ હોદેદારોનું પણ સન્‍માન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમમાં જામનગર ખોડીયાર આશ્રમનાશ્રી બાલુઆઈમાં એ દિકરા દિકરીઓને આર્શીવાદ પાઠવેલ હતા. પૂર્વ સંધ્‍યાએ ભવ્‍ય લોક ડાયરો ‘સોનલ સંભારણા' શીર્ષકથી યોજવામાં આવેલ. જેમાં કલાકારોશ્રી હકાભા ગઢવી, શ્રી ગોવિંદભા પાલીયા તથા જામ ખંભાળીયાના ખુબ જાણીતા ભજનિક વિજયભાઈ ગઢવી, મોરબીના હરેશદાન ગઢવીએ સવારના ૪ વાગ્‍યા સુધી કાર્યક્રમની રંગત જમાવી હતી. સોનલ બીજના સથવારે આઈમાની ભવ્‍ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં ૨૦૦૦ થી વધુ ભાવીકો જોડાયા હતા. શોભાયાત્રા પૂર્ણ થયે માતાજીની આરતી કરવામાં આવી હતી, બપોરના સમાજના ભાવીકો માટે જમણવાર રાખેલ. આ જમણવાર પ્રસાદના દાતા તરીકેનો લાભ શ્રી આઈશ્રી કુવરમાં પરિવાર ખોડાસરના નારણભા શાંતીભા કેશરીયા રાજકોટ ધ્‍વારા લેવાયો હતો. આ કાર્યક્રમના સમયાણાના દાતા તરીકેનો લાભ સ્‍વ.ગોવિંદભા ખીમરાજભા રાબા હસ્‍તે કુલદીપભા ગોવિંદભા રાભા પરિવારે લીધો હતો. જે બદલ દાતાઓનું પણ સન્‍માન કરાયુ હતુ. આ કાર્યમને સફળ બનાવવા સોનલબીજ અને ખોડીયાર મંડળના પ્રમુખ પ્રકાશભાઈ કવલ ઉપપ્રમુખ મહીપતભા ગઢવી હમીરભા ગઢવી, ભરતભા ગઢવી, પ્રવિણભા ગઢવી, કનુભા સાબા, જીલુભા હરેશભાઈ ગઢવી, દેવરાજ બળદા, દેવરાજ બાવડા, દેવકરણભા ગઢવી, નારૂભા ભાંસળીયા ચેતન ભાંસળીયા, કપીલભા ભાંસળીયા, રવીરાજભા ગોલ, નાગૈયા દિપુભા ભાંસળીયા તેમજ દિવ્‍યેશ ચોરાળા, હાર્દીક કવલ, લાભુભા રતન રણજીત બળદા, જયદીપ ગઢવી, પ્રવિણભા મઘુડા, કરશનભા બુદશી, યોગેશ પાલીયા, હિરેન ધાંધણીયા, મુળુભા ધાંધણીયા, ભાવુભા ધિરૂભા ગઢવી, આઈ ડીઝીટલ સ્‍ટુડીઓ, કેશુભા મધુડા, હેમરાજ મધુડા, મનુભા નાજુભા બાવડા, વિજય જેસળ, લાલાભા ઠાકરિયા, અશ્વીનભા, ગઢવી વજુભા, ગઢવી રવિરાજભા બાવડા, નારૂભા દેવકરણભા ભાંસળીયા, શૈલેષ કનુભા સાબા, દેવસુર કનુભા સાબા તેમજ દિલુભા રાબા અને સમાજના યુવાનાએ જહેમત ઉઠાવી હતી. તેમ મંડળના પ્રમુખ પ્રકાશભાઈ કવલની યાદીમાં જણાવાયુ છે. 

(3:00 PM IST)