News of Saturday, 27th December 2025
સમર્પણ યંગ ગ્રુપ દ્વારા પ્રથમ સમુહ લગ્નઃ પ નવયુગલોનું દામ્પત્ય જીવનના પંથે પ્રયાણ

રાજકોટઃ સમર્પણ યંગ ગ્રુપ સંત કબીર રોડ દ્વારા ગત તા.૨૧મીએ અમૃત સાગર પાર્ટીપ્લોટ કુવાડવા રોડ ખાતે પ્રથમ સર્વજ્ઞાતિય સમુહ લગ્ન યોજાયેલ જેમાં પાંચ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. મુખ્ય દાતા તરીકે દિનેશભાઇ લુણાગરીયા પરિવારે સહકાર આપેલ. ઉપરાંત નરોતમભાઇ પરસાણા, રમેશભાઇ રાજ, પ્રવિણભાઇ ગોસ્વામી, દેવજીભાઇ ગઢિયા, વિનોદભાઇ વડગામા, વિપુલભાઇ લુણાગરિયા, જયેશભાઇ શિવ બુલીયનવાળા સહિત અનેક દાતાઓએ કરિયાવર અને આયોજનમાં સહયોગ આપેલ. કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ સોલંકી, પૂર્વ ડે મેયર વલ્લભભાઇ દુધાત્રા, અગ્રણીઓ હરીભાઇ ગાલોરીયા, કિરીટભાઇ મકાણી, દિનેશભાઇ પુજારા, નારણભાઇ ચોૈહાણ, શિતલ પારેખ, રમેશ પરમાર, મુકેશ રાદડિયા, પરેશ લીંબાસીયા, પરેશ પીપળીયા, કાંતિભાઇ બગડા, મહેશ મિયાત્રા, લવજીભાઇ ચોટલિયા, ભરત ચોટલિયા, રસીલાબેન સાકરિયા, કંકુબેન દુધરેજા, મંજુબેન કુગશીયા વગેરે ઉપસ્થિત રહેલ. પ્રમુખ વિનોદ ચોટલિયા દંપતી અને તેમની ટીમે મહેમાનોને આવકાર્યા હતા.
કાર્યક્રમ સફળ બનાવવા સંસ્થાના પ્રમુખશ્રી વિનોદભાઇ ચોટલીયા, મંત્રી કિશોર રાઘવાણી, ખજાનચી ભરતભાઇ મોજીદ્રા, મંત્રી દિનેશભાઇ રાઠોડ, શ્રી ગોપાલભાઇ ફેચડીયા, વિનોદ પેઢડીયા, ટ્રસ્ટીશ્રી કૃણાલ સંચાણીયા, વિનોદ માલકિયા, ચેતન ઉઘાડ, સમીર કામદાર, પરાગ આંસરા, ઉતમ સીણોજીયા, સાગર પીપળીયા, આશિષ સોલંકી, હિરેન ચોટલીયા, કિશોર રામાણી, પ્રવિણ ડોડીયા, વિવેક મેવાડા, રાજુભાઇ પરસાણા, વિરાજ ગઢિયા, જય પાટડિયા, સુજલ ચાવડા, ધૈર્ય પેઢડિયા, જીજ્ઞેશ સંચાણીયા, વિવેક રાઘવાણી, ઘનશ્યામ આસોડીયા, રાહુલ ઢોલરીયા, દિપ નિર્મલ, પ્રિન્સ કાપળીયા, દીપક ચોૈહાણ, હિરેન મેવાડા, મનીષ મેવાડા, એસ. કાપડિયા, ધ્રુવ રાઘવાણી, માધવ ચોટલીયા વગેરે ઉઠાવેલ હતી. આભારવિધી વિનોદ પેઢડીયાએ કરેલ હતી.
(3:00 PM IST)










