News of Saturday, 27th December 2025
‘કુછ મીઠા હો જાયે' થીમ પર ૧૦ જાન્યુઆરીએ ઓપન રાજકોટ કૂકીંગ સ્પર્ધા : નામ નોંધણી
શેફ સ્મિત સાગર કૂકીંગ ડેમો આપશે, બહેનોને હાઉઝ પણ રમાડવામાં આવશે

રાજકોટ : રાજકોટ શહેરમાં પીઝા બફેટ એન્ડ બેન્કવેટ કાલાવાડ રોડ ખાતે તા. ૧૦ બપોરે રઃ૩૦ વાગ્યાથી બહેનો માટે ઓપન રાજકોટ કૂકીંગ સ્પર્ધાનું આયોજન ‘‘કુછ મીઠા હો જાયે'' થીમ પર કરવામાં આવેલ છે. જેમાં પરંપરાગત મીઠાઇ બનાવવાની સ્પર્ધા તેમજ ફેન્સી મીઠાઇ બનાવવાની સ્પર્ધા શહેરમાં સૌ પ્રથમ વખત થવા જઇ રહેલ છે. જેમાં બન્ને કેટેગરીમાં અલગ અલગ વિજેતા જાહેર કરી ઇનામોથી નવાજવામાં આવશે. આ ઇવેન્ટ એન. ડી. ઇવેન્ટસના નેહાબેન દોશીના માર્ગદર્શન હેઠળ યોજાશે. બમ્પર હાઉઝી પણ રમાડવામાં આવશે.
ઇવેન્ટમાં ભાગ લેવાની ફી રૂા. ર૦૦ રાખેલ છે. જેમાં સ્પર્ધામાં ડીશ રાખવાની તથા હાઉઝીની ફીનો સમાવેશ થાય છે. આ કૂકીંગ સ્પર્ધામાં સ્મિત સાગર કૂકીંગ ડેમો પણ આપશે ગુલાબ ઓઇલ, વાઘબકરી ચા, એલ.જી. કંપની તેમજ સુરુચિ કૂકીંગ કલાસ, રોજકોટનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. વિશેષ માહિતી તેમજ રજીસ્ટ્રેશન માટે બિંદુબેન ચાંદ્રાણી (૯૪ર૭પ૯પર૬૦) તેમજ શીતલબેન યાદવ (૮૮૪૯૦૪ર૮૯૧) પર સંપર્ક કરવો. તસ્વીરમાં હર્ષાબેન સાતા, હેમાબેન ગઢીયા, દિપ્તીબેન ગોકાણી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:05 PM IST)










