તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
રાજકોટ યાર્ડમાં મગફળીની ર.૧૦ લાખ મણની જંગી આવક
૧૬ હજાર મણ કપાસની આવક, વિવિધ જણસી ભરેલા ૧૪પ૦ થી વધુ વાહનોની કતારો લાગી

રાજકોટઃ રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની વધુ ર.૧૦ લાખ મણની જંગી આવક થતા યાર્ડ મગફળીના જથ્થાથી છલોછલ થઇ ગયું હતું. યાર્ડ પાસે વિવિધ જણસી ભરેલા ૧૪પ૦ થી વધુ વાહનોની કતારો લાગી હતી. જેમાં મગફળી ઉપરાંત કપાસની ૧૬૦૦૦ મણ, સોયાબીન ૬પ૦૦ મણ, અડદ રપ૦૦ મણ, ઘઉં ૮૦૦૦ મણ, મગ ૩૦૦૦ મણ, ચણા ૪પ૦૦ મણ, લસણ ૩૪૦૦ મણ, શિંગફાડા ૧૦,૩૦૦ મણ, સફેદ તલ ૪૩૦૦ મણ, જીરૂ ૬પ૦૦ મણ તથા કાળા તલને ૧૩૦૦ મણની આવક થઇ હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વા. ચેરમેન, ડીરેકટરો તથા યાર્ડના સ્ટાફ દ્વારા વિવિધ જણસી ભરેલા વાહનોને યાર્ડમાં ક્રમશઃ પ્રવેશ આપી ઉતરાઇની વ્યવસ્થા કરાવી હતી. તસ્વીરમાં વિવિધ જણસી ભરેલા વાહનો અને મગફળી તથા કપાસના ઢગલા નજરે પડે છે.
(12:25 PM IST)










