<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

નાના મવા-મવડીના અર્જુન જ્‍વેલર્સનો કેશીયર હિતેષ ગ્રાહકોને સ્‍કીમના નામે લલચાવી બોગસ વાઉચરથી ૧.૯૦ કરોડ ખાઇ ગયો

રાજકોટમાં મવડી રોડ, નાના મવા રોડ, જામનગરમાં શો રૂમ ધરાવતાં સાકેત પાર્કના વેપારીની ફરિયાદ પરથી તાલુકા પોલીસે મુળ બોરસદના વતની હિતેષ પરમાર વિરૂધ્‍ધ ઉચાપતનો ગુનો નોંધી સકંજામાં લીધો : ગ્રાહકો પાસેથી સોનાના દાગીના પેટે રૂા. ૧,૭૪,૧૦,૦૦૦ રોકડા લઇ લીધા અને અલગ અલગ સમયે રૂા. ૨૫.૫૭ લાખનું સોનુ ચોરી લીધું: મુદ્દામાલ કબ્‍જે કરવા કવાયત

જ્‍યાં ઉચાપત થઇ તે શો રૂમ અને જેના વિરૂધ્‍ધ ગુનો દાખલ થયો છે તે પુર્વ કેશીયર હિતેષ પરમારનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્‍વીઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૨૯: શહેરના નાના મવા રોડ પર રહેતાં અને રાજકોટ, જામનગરમાં  અર્જુન જવેલર્સ નામે શો રૂમ ધરાવતાં પટેલ વેપારીના શો રૂમમાં કેશીયર તરીકેની નોકરી દરમિયાન વિશ્વાસ કેળવી મુળ આણંદના બોરસદના હાલ રાજકોટ ભાડેથી રહેતાં શખ્‍સે શોર ૂમના ગ્રાહકોને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી દાગીના, સોનાના બિસ્‍કીટની ખરીદીમાં અલગ અલગ સ્‍કીમો છે તેવી લાલચ આપી રોકડા રૂા. ૧,૭૪,૧૦,૦૦૦ મેળવી લઇ તેમજ શો રૂમમાંથી અલગ અલગ સમયે રૂા. ૨૫,૫૭,૮૦૦નું ૨૬૫ ગ્રામ સોનુ ચોરી લઇ ખોટા વાઉચર બનાવી કુલ રૂા. ૧,૯૯,૬૭,૮૦૦ની ઉચાપત કરી લેતાં  ચકચાર જાગી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે નાના મવા મેઇન રોડ સાકેત પાર્ક-૨માં રહેતાં અને નાના મવા રોડ ઉપર અર્જુન જ્‍વેલર્સ પ્રા.લિ. નામનો શો રૂમ ધરાવતાં પટેલ મનિષભાઇ નથુભાઇ ધાડીયા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી તેના જ શો રૂમમાં કેશીયર તરીકે નોકરી કરતાં ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાસે વલ્લભ વિદ્યાનગર સોસાયટી-૩ વસુંધરા મકાનની સામે રહેતાં મુળ બોરસદના વતની હિેતષ શૈલેષભાઇ પરમાર વિરૂધ્‍ધ રૂા. ૧,૯૯,૬૭,૮૦૦ની ઉચાપતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મનિષભાઇ ધાડીયાએ જણાવ્‍યું છે કે હું પરીવાર સાથે રહું છું અને મારે મવડી રોડ ઉપર તથા નાના મવા રોડ ઉપર તથા જામનગરમાં અર્જુન જવેલર્સ નામે સોના ચાંદીના દાગીનાના શો રૂમ આવેલા છે, ત્‍યાં બેસી વેપાર કરુ છું. જે પૈકી નાના મવા રોડ ઉપર અર્જુન જવેલર્સ પ્રાઇવેટ લીમીટેડ નામનો શો રૂમ આવેલ ત્‍યાં હિતેષ શૈલેષભાઇ પરમાર જે હાલ રાજકોટ ભાડેથી રહે છે અને મુળ આણંદના બોરસદનો વતની છે તેને તા. ૧૨-૦૮-૨૦૨૨થી કેશીયર તરીકે નોકરી ઉપર રાખ્‍યો હતો. ત્‍યારબાદ આ શો રૂમમાં ત્રણ વર્ષથી વધારે સમય સુધી નોકરી પર ચાલુ રહેતા શો રૂમના નિયમ મુજબ અનુભવના આધારે કેશીયરના હેડ તરીકેની જવાબદારી સોપેલી ત્‍યારબાદ તા ૨૬-૧૨-૨૦૨૪થી હિતેષ પરમારને મવડી રોડ ઉપર આવેલ અર્જુન જવેલર્સમાં કેશીયર હેડ તરીકે બદલી કરી હતી. તે જરૂરીયાત મુજબ કંપનીની અલગ અલગ બ્રાન્‍ચમાં કાર્યભાર સંભાળતા હતા અને પોતાના વાકચાતુર્યથી વિશ્વાસ કેળવી કે કંપનીના મોબાઇલમાંથી ડાયરેક્‍ટ કસ્‍ટમરોનો સંપર્ક કરીને તેમનો પણ વિશ્વાસ જીતી લીધો હતો.

દરમિયાન તા ૧૭-૦૭-૨૦૨૫ના રોજ અમોએ અર્જુન જવેલર્સના નામથી જામનગરમાં પણ બ્રાન્‍ચ ખોલેલ હોઇ અને હિતેષ પરમારનુ ડેપ્‍યુટેશન જામનગર બ્રાન્‍ચ ખાતે કરેલ અને ત્‍યાં પણ હિતેષને કેશીયર તરીકે રાખેલ હતો અને વિશ્વાસુ માણસ તરીકે સંપુર્ણ જવાબદારી સોપેલ હતી. ત્‍યારબાદ તેમની ગેરવર્તણુકને કારણે તા ૦૫-૦૮-૨૦૨૫ થી નોકરીમાંથી છુટા કરેલ હતા.  હિતેષ પરમારને છુટો કર્યાના અઠવાડીયા બાદ તા ૧૨-૦૮-૨૦૨૫ના રોજ એક ગ્રાહક ઇશાબેન સોરઠીયા મવડી ખાતે આવેલ અર્જુન જવેલર્સના શો રૂમ ખાતે આવેલા અને મને વાત કરેલ કે મે હિતેષ પરમાર પાસે મેં ડિસેમ્‍બર ૨૦૨૪ થી તા ૨૦-૦૫-૨૦૨૫ સુધીમાં કટકે કટકે રૂપિયા ૪૫,૪૦, ૦૦૦ સોનાના બિસ્‍કીટ લેવા પેટે ડીપોઝીટ તરીકે જમા કરાવ્‍યા છે અને હિતેષએ મને કહેલ કે છ માસની સ્‍કીમ મુજબ તમને ૬ સોનાના બિસ્‍કીટ ૪૦૦ તથા ૨૦૦ થઇને કુલ ૬૦૦ ગ્રામ છ મહિના બાદ મળશે તેમ જણાવેલ હતું.

ઇશાબેને વધુમાં કહેલું કે-હિતેશે મને એક ઓર્ડર વાઉચર ફોર્મ આપેલ જેમાં રિમા કેસમાં ૬૦૦ ગ્રામ સોનુ જમા છે તેવો ઉલ્લેખ કરેલ ઓર્ડર વાઉચર આપેલ છે. તેમ વાત કરતા તે વાઉચર લઇ મે મારી સિસ્‍ટમમાં ચેક કરતા ઇશાબેન સોરઠીયાના રૂ. ૪૫,૬૦,૦૦૦  જમા થયેલ ન હતા. જેથી આ ઇશાબેન સોઠીયાએ જે સોના નો ઓર્ડર આપેલ અને તેના બદલામાં અમારી શો રૂમનુ વાઉચર હિતેષ પરમારે આપેલ તે ખોટુ ઉભુ કરવામાં આવેલ હોવા નુ જાણવા મળેલ હતુ

ત્‍યારબાદ એ જ દિવસે બીજા એક ગ્રાહક અંકીતાબેન રૈયાણી પણ મવડી ખાતે અર્જુન જવેલર્સ શો રૂમે આવેલા અને મને વાત કરેલ કે મે હિતેષ પરમારને તા ૨૩-૧૦-૨૦૨૪ના રોજ સોનાના દાગીના ખરીદવા પેટે રૂ ૨૦,૦૦,૦૦૦ રોકડા તથા ત્‍યરાબાદ અલગ અલગ તારીખે રોકડા રૂપિયા એક કરોડ જમા કરાવેલ છે અને આ હિતેષભાઇએ મને ૫૦૦ ગ્રામ સોનુ આપેલ છે અને હિતેષ પરમાર પાસેથી મારે હજુ ૪૫૦ ગ્રામ સોનુ લેવાનુ બાકી છે જે બાબતનુ અર્જુન જ્‍વેલર્સ પ્રાઇવેટ લીમીટેડ નામનુ વાઉચર બનાવી આપેલ છે જે મને અસલ વાઉચર બતાવતા તેમાં હિતેષ પરમારની તારીખ સાથેની સહી હતી. જેથી મે આ બાબતે અમારા જ્‍વેલર્સમાં સિસ્‍ટમમાં ચેક કરતા તે પણ હિતેષ પરમાર દ્વારા ખોટુ વાઉચર ઉભુ કરેલ હોવાનુ જાણવા મળેલ હતુ.

ત્‍યારબાદ અમારા મવડી શો રૂમના સીસીટીવી કેમેરા ચેક કરતા જેમાં તા ૨૧-૦૫-૨૫ના સાંજના સાત વાગ્‍યાથી નવેક વાગ્‍યાના અરસામાં હિતેષ પરમાર અમારા શો રૂમમાંથી ૪૫૦ ગ્રામના સોનાના બિસ્‍કીટનું પાઉચ ૧૦૦ ગ્રામના ૪ તથા ૫૦ ગ્રામનુ ૧ તેના પેન્‍ટના ખિસ્‍સામાં મુકીને લઇ જતો જોવા મળ્‍યો હતો. આ હિતેષ પરમારે અમારા શો રૂમમાંથી સોનુ લઇ ગયેલ છે પરંતુ અંકીતાબેનને આપેલ નહોતું. ત્‍યારબાદ ઓગષ્ટ-૨૦૨૫માં એક ગ્રાહક ચીરાગભાઇ વલ્લભભાઈ ખુંટ રહે રાજકોટ મારા શો રૂમ ખાતે આવેલા અને મને વાત કરેલ કે હુ તથા મારા બહેન જીગ્નાબેન ગઇ તા ૨૯-૦૧-૨૦૨૫ના રોજ તમારા મવડીના શો રૂમ ખાતે આવેલ હતા અને અમારે સોનાનુ બિસ્‍કીટ ખરીદવુ હોય હુ અને મારા બહેન જીગ્નાબેન હિતેષભાઇને મળેલા અને વાતચીત કરી હિતેષ પરમારને રોકડા રૂ ૧,૦૦,૦૦૦ સોનાના બિસ્‍કીટ પેટે જમા કરાવેલ તે બાબતે હિતેષ પરમારે મારા બહેન જીગ્નાબેનના નામે રૂ ૧૦૦,૦૦૦ નું એક વાઉચર બનાવી આપેલ તેમજ તા ૩૧-૦૩-૨૦૨૫ ના રોજ તમારા મ વડીના શો રૂમ ખાતે મારા બહેન જીગ્નાબેન એકલા ગયેલા અને મારા બહેને હિતેષભાઇ પાસે રૂ ૬૦૦૦૦ જમા કરાવેલ હતા અને હિતેષભાઇએ રૂ ૬૦ ૦૦૦ ની મારા નામની સ્‍લીપ બનાવી મારા બહેન જીગ્નાબેનને બીજી એક સ્‍લીપ આપેલી જે સ્‍લીપમાં નેરેશનમાં ઓન્‍લી કેસ જમા અગાઉ રૂ ૧૦૦૦૦૦ તથા રૂ ૬૦,૦૦૦ જમા બાય હિતેષ પરમાર લખીને આપેલ હતી તેમ વાત કરી મને અસલ પેમેન્‍ટ રિસીપ્‍ટ બતાવતા હિતેષ પરમારની સહી હતી જેથી મે મારી સિસ્‍ટમમાં ચેક કરતાં રૂ. ૧,૬૦,૦૦૦ જમા બાય હિતેષ પરમાર અને તેઓની સહી કરેલ લેટર હતો.

 ે જેથી અમુક દિવસો બાદ તપાસ કરતા જાણવા મળેલુ કે હિતેષ પરમારે એપ્રિલ-૨૦૨૫માં અમારા મવડીના શો રૂમ ખાતે પોતાના આઇડી માંથી કસ્‍ટમર ચીરા ગભાઇ ખુંટના નામે રૂા.૧,૯૯,૮૦૦નું સોનાની ગીની વજન ૨૦ ગ્રામનુ બીલ બનાવી દીધેલ છે. ત્‍યારે કસ્‍ટમર ચીરાગ ભાઇ શો રૂમની અંદર હાજર નથી અને હિતેષ આ ૨૦ ગ્રામ સોનાની ગીની ખિસ્‍સામાં નાખીને લઈ જતા જોવા મળે છે તેનુ સી સી ટી વી ફુટેજ પણ  છે. આ ઉપરાંત આજથી દશેક દિવસ પહેલા અમારા મવડીના શો રૂમ ખાતે બીજા એક કસ્‍ટમર વિમલભાઈ ધીરૂભાઇ ખુંટ રહે રાજકોટ આવેલા અને મને વાત કરેલ કે ગઇ તા. ૪-૧૨-૨૦૨૪ ના રોજ હુ તમા રા નાના મૌવાના શો રૂમ ખાતે ગયેલો અને હિતેષ પરમારને મળેલો અને મારે ૧૦૦ ગ્રામનુ સોનાનુ બિસ્‍કીટ લેવાનુ હોય જેથી હિતેષ પરમારે મને એક સ્‍કીમ કહેલ કે તમે અત્‍યારે રૂપિયા ૭,૫૦,૦૦૦ જમા કરાવો સોનાનો ભાવ ડાઉન થાય એટલે તમારૂ ૧૦૦ ગ્રામ સોનાનુ બિસ્‍કીટ બુક કરી દઇશ તેમ વાત કરતા મે હિતેષ પરમાર પાસે રૂ ૭,૫૦,૦૦૦ જમા કરાવેલ હતા.

આ પછી ે ૭-૨-૨૦૨૫ના રોજ હિતેષ પરમારના કહેવાથી રૂ ૨૦,૦૦૦ જમા કરાવેલ હતા તે દિવસે મને આ હિતેષ પરમારે શો રૂમમાં ચાલતી સ્‍કીમ સમજાવેલ અને જણાવેલ કે આજે ૧૦૦ ગ્રામ સોનુ જમા રાખો તો તમને છ મહિના પછી ૧૦૪ પોઇન્‍ટ ૮ ગ્રામ સોનુ મળશે જેથી મને તે સ્‍કીમ સારી લાગતા મે હિતેષ પરમાર પાસે મારૂ ૧૦૦ ગ્રામ સોનાનુ બિસ્‍કીટ જમા રાખેલુ અને આ પેટે તેમણે મને અર્જુન જ્‍વેલર્સ પ્રા. લીમીટેડના નામનુ વાઉચર બનાવી આપેલ જેમાં મે તથા હિતેષ પરમારે સહી કરી આપેલ હતી, તેમ કહી અસલ વાઉચર મને બતાવતા તેમાં હિતેષ પરમારની સહી હોઇ ખરાઇ કરતા આ વાઉચરમાં જણાવેલ રૂ. ૭,૭૦,૦૦૦ અમારા શો રૂમના એકાઉન્‍ટમાં જમા થયેલ ન હોવા છતા હિતેષ પરમારે ખોટુ વાઉચર બનાવી વિમલભાઈ ખુંટને સાચા તરીકે આપી દીધાનું જાણવા મળ્‍યું હતું.

ત્‍યારબાદ મને આ હિતેષે અમારા શો રૂમના નામે ઘણા કસ્‍ટમરોને બનાવટી વાઉચરો બનાવી આપેલ હશે તેવુ લાગતા અમારા મવડી શો રૂમના અમારી પાસે ઉપલબ્‍ધ સીસીટીવી કેમેરા ચેક કરતા જાણવા મળેલ કે હિતેષે અમારા અર્જુન જ્‍વેલર્સમાં કસ્‍ટમરોના જમા રૂપિયાના ખોટા વાઉચર બનાવી કસ્‍ટમરોની તથા અમારા જ્‍વેલર્સની જાણ બહાર સોનાની ઉચાપત કરી પોતાના ખિસ્‍સામાં નાખી અમારા શો રૂમની બહાર લઇ જતા સીસીટીવી કેમેરામાં જોવા મળે છે.

ત્‍યારબાદ મે હિતેષ પરમારને ફોન કરી ૧૪-૮-૨૫ના રોજ અમારા શો રૂમ ખાતે હાજર રહેવા જણાવેલ અને ઇશાબેન તથા અંકીતાબેનને પણ હાજર રહેવા જાણ કરેલ, જે તમામની રૂબરૂમાં હિતેષ પરમાર સાથે ચર્ચા કરેલી જેમાં અંકીતાબેનને જે સાડા ચારસો ગ્રામ સોનુ આપવાનુ છે તે બાબતે હિતેષને પુછતા હિતેષે કોઈ સંતોષકારક હિસાબ કે જવાબ આપેલ નથી અને ત્‍યારબાદ અવાર નવાર તેને બોલાવતા આ હિસાબની ચોખવટ કરવા માટે આવેલ નથી. આમ મારા અર્જુન જવેલર્સ પ્રાઇવેટ લીમીટેડમાં હિતેષ પરમારની કેશીયર તરીકે ફરજ દરમ્‍યાન અમારા કસ્‍ટમરોને વિશ્વાસમાં લઇ અલગ અલગ સ્‍કીમોની લાલચ આપી તેઓની પાસેથી રોકડા રૂ ૧,૭૪,૧૦, ૦૦૦ મેળવી અમારા જવેલર્સના નામે ખોટા અને બનાવટી વાઉચરો તથા બીલો બનાવી સાચા તરીકે આપી તેમજ અમારા શો રૂમમાંથી અલગ અલગ સમયે સોનાની ગીની તથા દાગીના મળી કુલ ૨૬૫ ગ્રામ સોનુ કિ રૂ ૨૫ ૫૭ ૮૦૦ ના ખોટા વાઉચર તથા બીલો બનાવી સોનાની ગીની તથા દાગીના લઇ જઇ કુલ રૂ ૧, ૯૯, ૬૭, ૮૦૦ ની ઉચાપત કરી ગુનાહીત વિશ્વાસઘાત કર્યો હોઇ ફરિયાદ કરી હતી. તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં એએસઆઇ કે. પી. સાગરે ગુનો દાખલ કરતાં આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. (૧૪.૭)

(2:30 PM IST)