તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
આજીડેમ પોલીસ સ્ટેશન નજીક ‘હિટ એન્ડ રન': અજાણ્યા યુવાનનું મોત
લાલ રંગનું ટી-શર્ટ, કાળુ પેન્ટ પહેરેલા આશરે ૩૫થી ૩૮ વર્ષના યુવાનની ઓળખ મળવવા આજીડેમ પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૨૯: કોઠારીયા રોડ આજીડેમ પોલીસ સ્ટેશન નજીક હિટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા યુવાનર્નીું ગંભીર ઇજા થતાં મોત થયું છે. જાણવા મળ્યા મુજબ સાંજે સાતેક વાગ્યે કોઠારીયા રોડ આજીડેમ પોલીસ સ્ટેશન નજીક અજાણ્યો આશરે ૩૫ થી ૩૮ વર્ષનો એક યુવાન કોઇ વાહનની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થયેલી હાલતમાં રોડ પર પડયો હોઇ કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી અને આ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ સવારે તેનું મોત થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આ યુવાને લાલ રંગનું ટી-શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલા છે. તેની ઓળખ થઇ શકે તેવી ચીજવસ્તુ મળી નથી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. હેડકોન્સ. ભાવેશભાઇ વાઘેલા વધુ તપાસ કરે છે.
(2:18 PM IST)










