તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
નેગેટિવ વિચાર આવે એટલે હનુમાનજી મહારાજને યાદ કરજોઃ સ્વામી હરિપ્રકાસદાસજી
અષ્ટ સિદ્ધિ નવ નિદ્ધિ કે દાતા અસબર દિન જાનકી માતા, રામ રસાયન તુમ્હારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા

રાજકોટઃ રેસકોર્સ ખાતે ચાલી રહેલ હનુમાન ચાલીસા યુવા કથાના બીજા દિવસ એટલે કે, રવિવારના દિવસે ભક્તોનું મહેરામણ ઉમટયું હતું. બીજા દિવસની કથા શરૂ કરતા પહેલા સ્વામી હરિપ્રકાશદાસજીએ કહ્યું હતું કે, સમગ્ર ભારતને છાયો આપવાનું કામ રાજકોટ કરે છે. ઉલ્લેખનીય છે કે, કથાના પ્રારંભ દિવસે રેસકોર્સ ગ્રાઉન્ડ ભગવા રંગે રંગાયું ગયું હતું. પહેલા દિવસે શહેરના સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂજ્ય સ્વામી પરમાત્માનંજી, રાધા રમણ સ્વામી, વિવેક સ્વામી તેમજ રાજકોટના નામકિત ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
યુવા કથાના પ્રથમ દિવસે શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો કથા સાંભળવા આવ્યા હતા અને ૨૦૦ જેટલી બોટલ બ્લડ ડોનેશન કરાયું હતું. સ્વામી હરિપ્રકાશદાસજીએ સદ્વાવના ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. ગઈકાલે ૩૨૦૦૦ જેટલી પ્રસાદ કીટનું વિતરણ થયું હતું. સ્વામીજીએ જણાવ્યું હતું કે હનુમાનજીએ ભારત અને શ્રીલંકાને જોડવાનું કામ કર્યું, જે જોડે એ હનુમાન છે.
બીજા દિવસની કથા પ્રારંભ પહેલા સ્ટેજ પરથી રાજકોટના ફિલ્મ પ્રોડક્શન ગ્રુપ દ્વારા શ્રી સારંગપુર કષ્ટભંજન હનુમાન દાદાની કથા પર એક ગુજરાતી તૈયાર કરાઈ રહ્યું છે જેનું પોસ્ટર સ્વામી હરિપ્રકાશ સ્વામીજીના હસ્તે રિલીઝ કરાયું હતું. આ ફિલ્મ સારંગપુરનો મહિમા, હનુમાન દાદાની કૃપા અને ભક્તિની શક્તિને સમજવાની એક ઉત્તમ તક બનશે, જેથી તેમના હૃદયમાં સંસ્કાર અને આસ્થાના બીજ વવાઈ શકે જે આ ફિલ્મનો મુખ્ય ઉદેશ છે. ફિલ્મનું ગીત ૨ એપ્રિલ, હનુમાન જયંતિના પવિત્ર દિવસે રિલીઝ કરાશે સાથે તેજ દિવસે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરાશે. કથા દરમિયાન સ્વામીજીએ જણાવ્યું હતું કે ના ખાવાનું ખાવા માંગ્યું ઈ મહેમાન મહા ભરાડી છે..ખાંડણિયે જે ખંડાણો એનો બાપ કાઠીયાવાડી છે.... કાઠિયાવાડ એ એવી ભૂમિ છે જ્યાં ભગવાન આવે પણ જતા નથી. કૃષ્ણ ભગવાન મથુરામાં જનમ્યા ગોકુળમાં રમ્યા પણ ત્યાં ૨૫ વર્ષ માંડ રહ્યા પછી કાઠિયાવાડમાં આવીને ૧૦૦ વર્ષ રહ્યા. કાઠિયાવાડની ભૂમિ જે એવી છે કે ભગવાનને પણ રોકાઈ જાવું પડે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
પヘમિી સંસ્કૃતિ તરફ વળતો માનવીનો હંમેશા વિનાશ થાય છે
રાજકોટઃ સ્વામી શ્રી હરિપ્રકાસ દાસજીએ જણાવ્યું હતું કે, સુર્ય પણ પヘમિમાં આથમે છે. તો માણસ જ્યારે પヘમિ સંસ્કૃતિ તરફ જાય છે ત્યારે તેનો વિનાશ અવશ્ય થાય છે.
સાળંગપુરધામમાં ગુજરાતનું સૌથી મોટું અન્નક્ષેત્ર કાર્યરત
રાજકોટઃ વ્યાસપીઠ ઉપરથી પરમપૂજ્ય શ્રી હરિપ્રકાસદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સાળંગપુરધામમાં ગુજરાતનું સૌથી મોટું અન્નક્ષેત્ર ચાલે છે. જ્યાં દરરોજના પાંચથી સાત હજાર લોકોને ભોજન આપવામાં આવે છે. તેમજ તહેવારોના દિવસોમાં આ આંકડો ૨૦ હજારને પાર થઈ જાય છે. આ વર્ષે દિવાળી ઉપર ૧ લાખ જેટલા હરિભક્તો ભોજન લીધું છે.
(2:49 PM IST)










