તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
દોડયું રાજકોટ... દેશ-વિદેશ સહિતના નાગરિકો ‘સ્વદેશી રન'માં સામેલ થયા
નાના બાળકોથી લઈને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધોઃ શિકાગોથી આવેલ નાગરિક અને EVERESTERNISHAKUMARI પણ ‘સ્વદેશી રન'માં જોડાયા : નાના બાળકોથી લઈને વડીલો ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં શિકાગોથી આવેલ નાગરિક અને EVERESTERNISHAKUMARI પણ ‘સ્વદેશી રન'માં જોડાયા હતા. માઉન્ટ એવરેસ્ટ સર કરી ચૂકેલા, વડોદરાથી લંડન સુધીની સાઈકલ યાત્રા કરનાર અને સતત ૧૨ કલાક દોડવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતા વડોદરાના વિશ્વ વિખ્યાત એથ્લેટ નીશાકુમારી હાલ અરૂણાચલ પ્રદેશથી મુન્દ્રા કચ્છ સુધીની સાઈકલ યાત્રાએ છે. તેઓ પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ‘સ્વદેશી રન'માં જોડાયા હતા.

રાજકોટ, તા. ર૯: રાજ્ય સરકાર દ્વારા વર્ષઃ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્થાનિક કારોગરોને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશ્યથી સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકળતિઓ, આર્ટિફેક્ટ્સ તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન આપી ‘લોકલ ફોર વોકલ'ની વિભાવનાને પ્રાધાન્ય આપી, ‘મેક ઇન ઇન્ડિયા' તેમજ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' જેવી પહેલને આગળ વધારી ‘આત્મનિર્ભર ભારત થકી વર્ષઃ૨૦૪૭માં વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા શહેરીજનોમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી'ની ભાવનાને પ્રોત્સાહિત કરી, દેશદાઝને પ્રગટ કરવા મહાનગરપાલિકા દ્વારા તા.૨૮ ને રવિવારે સવારે ૦૬:૩૦ કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે ‘સ્વદેશી રન' યોજાઈ હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહયા હતા.
‘સ્વદેશી રન' કાર્યક્રમમાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સમીર ધડુક, સહાયક કમિશનર વિપુલ ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા તેમજ રાજકોટ મહાનગરપાલિકાનાઅધિકારી-કર્મચારી, બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ.
આ અવસરે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,
મારા પ્રિય દોડવીરો, યાદ રાખો કે આ દોડમાં તમારું અંતિમ લક્ષ્ય માત્ર ફિનિશ લાઇન સુધી પહોંચવાનું નથી, પરંતુ તમારા આંતરિક લક્ષ્ય સુધી પહોંચવાનું છે. યાદ રાખજો કે તમે તમારા શરીર માટે, તમારા શહેર માટે અને આપણા ‘આત્મનિર્ભર ભારત'ના સંકલ્પ માટે દોડી રહ્યા છો.
આ અવસરે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અને એવા માધ્યમથી વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે આજે આ સ્વદેશી રનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ, ખાદી અને પુષ્પ ગુચ્છથી સ્વાગત સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને શહેરીજનો દ્વારા સ્વદેશી શપથ ગ્રહણ કરવામાં આવેલ. સ્વદેશી રન પૂર્ણ થયે રજીસ્ટ્રેશન કરાવેલ નાગરિકોનો લક્કી ડ્રો કરવામાં આવેલ અને લક્કી ડ્રોના વિજેતા થયેલ નાગરિકોના આકર્ષક ગીફટ આપવામાં આવેલ. લક્કી ડ્રોમાં વિજેતા થયેલ નાગરિકોમાં (૧) હર્ષવર્ધનસિંહ જાડેજા ૧૨ વર્ષ, વસંતકુંજ, પુષ્કરધામ-૨૧૬૭, (૨) દક્ષ પ્રવીણભાઈ વાણિયા, ૧૪ વર્ષ, આનંદ પાર્ક, પુનિત નગર પાસે-૩૧૩૯, (૩) પિન્ટુભાઈ ઙ્કાગ ચોવટિયા, ૪૨ વર્ષ, સરદાર સોસાયટી, હરિ ધવા રોડ-૩૧૨૩, (૪) ભક્તિ બા જાડેજા-૨૧૬૫ અને (૫) માર્મિકભાઇ દામજીભાઈ ભુત, ૪૩ વર્ષ, સાધુ વાસવાણી રોડ, બોમ્બે હાઉસિંગ સોસાયટી-૨૨૦૭નો સમાવેશ થાય છે. કાર્યક્રમના અંતે આભાર વિધિ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.
(2:56 PM IST)










