<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

માલિયાસણ પાસે સ્‍કૂલ પ્રવાસની બસ અને બોલેરો વચ્‍ચે અકસ્‍માતઃ બે છાત્રોને ઇજાઃ વાહનોમાં નુકસાન

મહિસાગર તરફની સ્‍કૂલ બસ હતીઃ સદ્દનસીબે કોઇને ગંભીર ઇજા નથીઃ બનાવ સ્‍થળે લોકોના ટોળા

રાજકોટઃ કુવાડવા રોડ પર માલિયાસણ નજીક સવારે મહીસાગર તરફની સ્‍કૂલ પ્રવાસની બસ અને એક્‍સયુવી કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા બંને વાહનમાં આગળના ભાગે નુકસાની થઇ હતી. બસમાં સ્‍કૂલના છાત્રો હોઇ આ અકસ્‍માતને પગલે દેકારો મચી ગયો હતો. આ અકસ્‍માતને કારણે એક બે પ્રવાસી છાત્રોને સામાન્‍ય ઇજાઓ થતાં ૧૦૮ બોલાવાઇ હતી અને સારવાર અપાઇ હતી. મહીસાગર ટ્રાવેલ્‍સ લખેલી જીજે૦૭વાયઝેડ-૨૬૪૨ નંબરની ખાનગી બસ અને મહિન્‍દ્રાની બોલેરો વચ્‍ચે આ અકસ્‍માત સર્જાયો હતો. જો કે બપોર સુધી આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં કોઇ નોંધ કરાવવામાં આવી નહોતી. આ અકસ્‍માતને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. અકસ્‍માતગ્રસ્‍ત પ્રવાસની બસ, બોલેરો અને બસમાં પ્રવાસમાં જોડાયેલા છાત્રો તથા ઘટના સ્‍થળે લોકો, ઇજાગ્રસ્‍ત છાત્ર જોઇ શકાય છ. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) 

(2:57 PM IST)