<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

રાજકોટ લોહાણા મહાજન દ્વારા બહેનો માટે આનંદથી ભરપુર 'અંતાક્ષરી'નું આયોજન

૩ જાન્યુઆરી, શનિવારના રોજ : કેશરીયા લોહાણા મહાજન વાડી, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે ઓરકેસ્ટ્રા સંગાથે અવનવા રાઉન્ડમાં અંતાક્ષરી રમાડવામાં આવશેઃ વિજેતાઓને ઇનામોથી નવાજાશે * ભાગ લેવા ઇચ્છતા બહેનોએ ૩૧ ડીસેમ્બર સુધીમાં રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું અંતાક્ષરી બાદ સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા * વિશેષ માહિતી માટે લોહાણા મહાજન મંત્રી રીટાબેન કોટક (મો.૯૪૨૭૪ ૩૮૧૧૭ તથા ૮૨૦૦૨ ૭૮૧૧૭) નો સંપર્ક કરી શકાય છે

રાજકોટ તા.૨૯ : બહેનોમાં રહેલી સંગીતકલાને ઉજાગર કરવાના શુભ આશય સાથે સાંસ્કૃતિક પ્રવૃતિના ભાગરૃપે રાજકોટ લોહાણા મહાજન દ્વારા ૩ જાન્યુઆરી, ૨૦૨૬ શનિવારના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે કેશરીયા લોહાણા મહાજન વાડી, સેન્ટમેરી સ્કુલ સામે, સંકીર્તન મંદિરની બાજુમાં, કે.કે.વી. હોલ પાસે કાલાવાડ રોડ, રાજકોટ ખાતે રઘુવંશી બહેનો માટે આનંદથી ભરપૂર 'અંતાક્ષરી'નું આયોજન કરવામાં આવ્યું છે.

જાણીતા ઓરકેસ્ટ્રા અને સંગીતની સુરાવલી સાથે યોજાનાર અંતાક્ષરીમાં ધૂન રાઉન્ડ, અંતરા- મુખડા રાઉન્ડ, મીકલ મસાલા શબ્દ રાઉન્ડ, ધાર્મિક, ફિલ્મી સહિતના અવનવા રાઉન્ડ રમાડવામાં આવશે. વિજેતાઓ માટે ઇનામોની વણઝાર પણ રાખવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે. અંતાક્ષરી પૂર્ણ થયે સ્વાદિષ્ટ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. રાજકોટ લોહાણા મહાજન દ્વારા 'અંતાક્ષરી'નો કાર્યક્રમ યોજાનાર હોય, લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ કે તેમના પરિવારજનો અંતાક્ષરીમાં ભાગ લઇ શકશે નહીં તેવું લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૃ અને કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્યું છે.

અંતાક્ષરીમાં ભાગ લેવા ઇચ્છતા રઘુવંશી બહેનોએ ૩૧ ડીસેમ્બર, ૨૦૨૫ સુધીમાં સવારે ૧૧ થી સાંજના ૬ વાગ્યા દરમ્યાન રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે પોતાનું રજીસ્ટ્રેશન ભોજનની વ્યવસ્થાના ભાગરૃપે અચૂક કરાવી લેવું તેવુ યાદીમાં જણાવાયું છે. વિશેષ માહિતી માટે રાજકોટ લોહાણા મહાજનના મંત્રી શ્રીમતી રીટાબેન કોટક (મો.૯૪૨૭૪ ૩૮૧૧૭ તથા  ૮૨૦૦૨ ૭૮૧૧૭) નો સંપર્ક કરી શકાય છે. સ્પર્ધાના નિયમો સ્થળ ઉપર જણાવવામાં આવશે

(3:28 PM IST)