News of Monday, 29th December 2025
SIR બાદની ખાસ ઝુંબેશઃ સવા બે લાખ લોકોને નોટીસો બાદ શનિ-રવીમાં ૩૦ હજારથી વધૂએ પૂરાવા આપ્યા
બે દિ'ની બૂથ ઉપરની ઝુંબેશમાં નામ ઉમેરવા- કમી- સૂધારણા માટે વધૂ ૨૮ હજાર ફોર્મ ભરાયા

રાજકોટ તા.૨૯: રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણી પંચની સૂચના અનુસાર કલેક્ટર તંત્ર દ્વારા ખાસ મતદાર સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શનિવાર અને રવિવાર દરમિયાન યોજાયેલી આ ઝુંબેશમાં જિલ્લાના ૮ વિધાનસભા મતવિસ્તારના ૨૫૧૨ મતદાન મથકો પર નવા નામ ઉમેરવા અને સુધારા-વધારા માટે કુલ ૨૮,૩૬૮ અરજીઓ પ્રાપ્ત થઈ છે.જેમાં નામ ઉમેરવા, નામ કમી,સ્થળાંતર અને સુધારા આ સહિત અરજીઓ મળી હતી
અધિકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લામાં અંદાજે ૨.૨૫ લાખ લોકોએ હજુ સુધી મેપિંગ કરાવ્યું નથી, જેમને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસના પગલે અત્યાર સુધીમાં ૩૦,૩૯૨ મતદારોએ પોતાના પુરાવા રજૂ કરી મેપિંગની પ્રક્રિયા પૂર્ણ કરી છે. સૌથી વધુ રાજકોટ પヘમિ વિસ્તાર ૧૦,૦૩૮ મતદારો,સૌથી ઓછા ફ્રોમ જસદણ વિધાનસભા બેઠક ઉપર ૫૫૨ મતદારોએ પૂરાવા આપ્યા છે.
હવે આગામી ૪ અને ૫ જાન્યુઆરીના રોજ ફરી એકવાર ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવશે. રાજકોટ શહેર-જિલ્લાના તમામ ૨૫૧૨ બૂથ પર સવારે ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી બી.એલ.ઓ. (BLO) હાજર રહેશે. જે નાગરિકોને નામ નોંધણી કે સુધારા બાકી હોય તેઓ આ તકનો લાભ લઈ શકશે.
(3:36 PM IST)










