તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠકમાં ૭૪.૪૧ લાખના કામો મંજુરઃ ખરાબ માર્ગો પ્રશ્ને તડાફડી
પેચવર્ક તાત્કાલિક પૂરા કરવા સૂચના

રાજકોટ, તા. ર૯: જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠક આજે સમિતિના અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન પી. રાદડિયાની અધ્યક્ષતામાં મળેલ જેમાં વિવિધ વિકાસ કામો મંજુર કરવામાં આવેલ. ચોમાસા પછીની ગ્રામીણ રસ્તાઓનીખ રાબ હાલતના મુદે અધ્યક્ષ અને સભ્યોએ અધિકારીઓને આકરી ટકોર કરી ઝડપથી પંચવર્ક પુરા કરવા જણાવ્યું હતુ રસ્તાના મુદે થોડીવાર તડાફડી થઇ હતી. કાર્યકારી કાર્યપાલક ઇજનેર સંજય પટેલ અને અન્ય અધિકારીઓ હાજર રહયા હતા.
બાંધકામ સમિતિની બેઠક અધ્યક્ષ દક્ષાબેન પરેશભાઇ રાદડીયા ના અધ્યક્ષસ્થાને ખંડમાં મળેલ બેઠકમાં રૂપીયા ૭૪.૪૧ લાખના કામો મંજુર કરવામા આવેલ છે. તેમજ આગણવાડી નંદધર બિલ્ડીગ વિંછીયા તાલુકાના -૮, જસદણ તાલુકાના-૪, તથા ગ્રામ પંચાયત ઓફિસ બિલ્ડીંગ જેતપુર તાલુકાના-૪, જામકંડોરણા તાલુકાના-૩ જસદણ તાલુકાના-૩, કોટડાસાંગાણી તાલુકાના-૪, ધોરાજી તાલુકાના -૩, વિંછીયા તાલુકાના-૩ તથા રસ્તાના કામોની રૂપીયા ૧૭૫૨.૬૭ લાખના કામોની કારોબારી સમિતિમાં ટેન્ડરો મંજુર કરવા ભલામણ કરવામા આવી.
બેઠકમાં અધ્યક્ષશ્રી તથા બાંધકામ સભ્યશ્રી સુમીતાબેન રાજેશભાઇ ચાવડા, સહદેવસિંહ રેવતુભા જાડેજા, સુમાબેન નાથાલાલ લુણાગરીયા, અમૃતલાલ ભલાભાઇ મકવાણા તેમજ સચિવશ્રી કાર્યપાલક ઇજનેરશ્રી એસ.આર.પટેલ તેમજ તમામ નાયબ ઇજનેરો હાજર રહયા હતા.
(4:06 PM IST)










