<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

સેવાને સાધના બનાવનાર ડો. જીતેન્‍દ્ર અમલાણીને રાષ્‍ટ્રીય IMA સેવા મેડલથી સન્‍માન

ગરીબ દર્દીઓ માટે ત્રણ દાયકાની નિષ્ઠાભરી સેવાને NATCON-2025, અમદાવાદમાં રાષ્‍ટ્રીય ઓળખ દર્દી સારવારથી વંચીત ન રહે તે જ મારા જીવનનો સંકલ્‍પઃ ડો. અમલાણી

રાજકોટ, તા. ૨૯, માનવતા, સંવેદના અને અવિરત સેવાને જીવનનું ધ્‍યેય બનાવનાર રાજકોટના વરિષ્ઠ યુરોલોજિસ્‍ટ ડો. જીતેન્‍દ્ર અમલાણી ની વધુ એક સિદ્ધિ, રાષ્‍ટ્રીય સ્‍તરે ગૌરવપૂર્ણ સન્‍માન પ્રાપ્ત થયું.

ઇન્‍ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા તેમની ત્રણ દાયકાથી વધુની અવિરત માનવતાવાદી તબીબી સેવાના સન્‍માનરૂપે તેમને પ્રતિષ્ઠિત “IMA President Appreciation  Seva Medal” એનાયત કરવામાં આવ્‍યો. આ સન્‍માન NATCON-2025, અમદાવાદ ખાતે યોજાયેલી રાષ્‍ટ્રીય પરિષદ દરમિયાન આપવામાં આવ્‍યું.

ડો. જીતેન્‍દ્ર અમલાણી વર્ષ ૧૯૯૩થી ‘ાાસર્વે સંતુ નિરામયાઃ ' ના સૂત્રને આધારભૂત રાખીને સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને સમગ્ર ગુજરાતના ગરીબ, પછાત અને અવગણાયેલા દર્દીઓ માટે સતત, વિશ્વસનીય અને સમર્પિત તબીબી સેવા આપતા આવ્‍યા છે. તેમના સેવાભાવના કાર્ય અંતર્ગત તેમણે આજ સુધીમાં ૧૫૦ થી વધુ મફત યુરોલોજી કેમ્‍પોનું આયોજન કર્યું છે અને એક લાખથી વધુ દર્દીઓને મફત અથવા અત્‍યંત ઓછા ખર્ચે ગુણવત્તાયુક્‍ત સારવાર ઉપલબ્‍ધ કરાવી છે. આ ઉપરાંત તેમણે ૨૦,૦૦૦થી વધુ મોટી અને જટિલ યુરોલોજીકલ સર્જરીઓ સંપૂર્ણ સેવાના ભાવથી સફળતાપૂર્વક કરી છે.

યુરોકેર કિડની હોસ્‍પિટલ રોબોટિક એન્‍ડ લેઝર સેન્‍ટર, રાજકોટના સ્‍થાપક-નિર્દેશક તરીકે ડો. જીતેન્‍દ્ર અમલાણી માત્ર એક ડોક્‍ટર નથી, પરંતુ દર્દીઓ માટે વિશ્વાસ, સંવેદના અને સહાનુભૂતિનો આધારસ્‍તંભ છે. તેમની કામગીરીએ સાબિત કર્યું છે કે સાચી તબીબી સેવા માત્ર ડિગ્રીથી નહીં, પરંતુ દિલ અને નિષ્ઠાથી થાય છે.

આ સન્‍માન સ્‍વીકારતા ભાવવિભોર બનેલા ડો. જીતેન્‍દ્ર અમલાણી એ જણાવ્‍યું કે, ‘‘દર્દીની પીડા દૂર કરવી એ જ મારી સાચી સાધના છે. ગરીબી કે પરિસ્‍થિતિના કારણે કોઈપણ દર્દી સારવારથી વંચિત ન રહે ラ એ જ મારા જીવનનો સંકલ્‍પ રહ્યો છે.''

અમેરિકાની ખ્‍યાતનામ યુનિર્વિસિટીઓ WCE - Cleveland Clinic, USAઅને Long Island, Jewish Hospital, USA માંથી ફેલોશિપ લઈ અનેક આંતરરાષ્‍ટ્રીય અને રાષ્‍ટ્રીય સ્‍તરે રિસર્ચ પેપર રજુ કરી વૈશ્વિક મંચ પર પણ ખ્‍યાતિ મેળવનાર ડો. જીતેન્‍દ્ર અમલાણીની સિદ્ધિઓની યાદી ખૂબ લાંબી છે જેમાં શામેલ છે

AIIMS (All India Institute of Medical Sciences) રાજકોટના બોર્ડ મેમ્‍બર યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્‍ડિયા દ્વારા ‘સેવા ગોલ્‍ડ મેડલ' વિજેતા વિશ્વસ્‍તરીય યુરોલોજીકલ ટેકનોલોજી ભારત લાવવાનો દ્રષ્ટિકોણ અમદાવાદ સ્‍થિત ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્‍ડ રિસર્ચ સેન્‍ટર (IKDRC) ના ગર્વનિંગ બોર્ડમાં સરકારશ્રી દ્વારા નિમણૂક પ્રાઇવેટ સેક્‍ટરમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ની સૌથી મોટી યુરોલોજી ટીમ સાથે સુપર સ્‍પેશિયાલિટી લેઝર અને રોબોટિક સેન્‍ટર ની સ્‍થાપના

ડો. જીતેન્‍દ્ર અમલાણી ને મળેલ આ ગૌરવપૂર્ણ રાષ્‍ટ્રીય સન્‍માનથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રના તબીબી, સામાજિક અને જનસમુદાયમાં આનંદ અને ગર્વની લાગણી વ્‍યાપી છે. અનેક તબીબો, સંસ્‍થાઓ અને નાગરિકોએ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી તેમની નિષ્ઠાભરી સેવાને બિરદાવેલી છે.

 

 

(4:02 PM IST)