<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

થર્ટી ફર્સ્‍ટે દારૂની મહેફીલો ઉપર જીલ્લા પોલીસ ડ્રોન કેમેરાથી વોચ રાખશેઃ એસ. પી. વિજયસિંહ ગુર્જર

જીલ્લામાં ૧૬૦૦ ઉપરાંતના પોલીસ સ્‍ટાફ ખડેપગેઃ બાઇક સ્‍વાર પોલીસ દ્વારા જીલ્લાભરમાં પેટ્રોલીંગ

રાજકોટ તા. ૩૦ :.. થર્ટી ફર્સ્‍ટને અનુલક્ષીને રાજકોટ જીલ્લામાં કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે થર્ટી ફર્સ્‍ટે યોજાતી દારૂની મહેફિલો ઉપર પોલીસ ડ્રોન કેમેરાથી વોંચ રાખશે અને જો કોઇ ગેરકાનુની પ્રવૃતિ જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્‍યું હતું.

પત્રકાર પરિષદમાં વધુ વિગતો આપતા જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્‍યું હતું કે, થર્ટી ફર્સ્‍ટને અનુલક્ષીને રાજકોટ જીલ્લામાં આવેલા ફાર્મ હાઉસ, ખેતર, ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં આવેલ ફેકટરીઓ, કારખનાના તથા નદી કાંઠા સહિતના વિસ્‍તારોમાં દારૂની મહેફીલો ઉપર ડ્રોન કેમેરાથી બાજ નજર રખાશે અને જો ગેરકાનુની પ્રવૃત્તિ જણાશે તો તુર્ત જ કાર્યવાહી કરવામાં આવશે.

થર્ટી ફર્સ્‍ટ અંતર્ગત રાજકોટ જીલ્લામાં ૧૬૦૦ ઉપરાંતનો પોલીસ સ્‍ટાફ ખડેપગે રહેશે. જેમાં ત્રણ એ. એસ. પી., ત્રણ ડીવાયએસપી, ર૭ પી. આઇ., ૪ર પીએસઆઇ, ૬ર૦ પોલીસ, સ્‍ટાફ, ૭૦૦ જીઆરડી તથા રપ૦ હોમગાર્ડ સ્‍ટાફ તૈનતા રહેશે. જીલ્લાના તમામ શહેરોના પ્રવેશદ્વારા ઉપર જ પોલીસ દ્વારા કડક ચેકીંગ કરવામાં આવશે.

થર્ટી ફર્સ્‍ટની રાત્રીના કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે જીલ્લાભરમાં ૮૦ પોલીસ બાઇક સ્‍વાર પેટ્રોલીંગ કરશે. ૧૭પ બોડીવોર્ન કેમેરા પણ પોલીસને અપાયા છ.ે દારૂડીયાઓને પકડવા માટે ૧૭ બ્રેન એનલાઇઝર અને ડ્રગ્‍સ લેનારાઓને પકડવા માટે કિટ પોલીસને અપાઇ છે.

રાજકોટ જીલ્લામાં નવા વર્ષને અનુલક્ષીને બે સ્‍થળે આયોજન થયા છે. જયાં પણ પોલીસ બંદોબસ્‍ત તૈનાત રહેશે હોમ અંતમાં રૂરલ એસ. પી. વિજયસિંહ ગુર્જરે જણાવ્‍યું હતું.

(11:47 AM IST)