News of Tuesday, 30th December 2025
વધુ એક બંગાળી કારીગર ‘કળા' કરી ગયોઃ સોની અને બંગાળી વેપારીનું ૬૦.૯૮ લાખનું સોનુ ઉસેડી ‘છૂ' થઇ ગયો
લક્ષ્મીવાડીમાં રહેતાં જીતેશભાઇ રાણપરાની સોની બજારની દુકાનમાં શેખ બાદસા કામ કરતો હતોઃ તેનું અને ઉપરની દુકાનવાળા નાજમુદ્દીન શેખનું સોનુ બોર બનાવવા માટે લઇ ગયો પછી પાછો જ ન આવ્યોઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૩૦: શહેરના સોની બજારમાંથી તાજેતરમાં એક બંગાળી વેપારીનુ રૂા. ૩૬.૪૦ લાખનું સોનુ લઇને બંગાળી કારીગર ભાગી ગયો હતો. ત્રણ દિવસ પહેલા જ આ અંગે એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યાં વધુ એક બંગાળી કારીગર સોની બજારના સોની વેપારી અને બંગાળી વેપારીનું રૂા. ૬૦,૯૮,૬૮૦નું સોનુ ઉસેડી ભાગી જતાં વેપારીઓએ પોલીસને જાણ કરતાં વધુ એક ગુનો દાખલ થયો છે. એક વર્ષથી કામ કરી આ કારીગરે વિશ્વાસ જીત્યો હતો અને બાદમાં લાખોનું સોનુ લઇ રાતોરાત ગાયબ થઇ ગયો હતો. ં
આ બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે લક્ષ્મીવાડી મેઇન રોડ પર શેરી નં. ૧૪/૩ના ખુણે વૃજધામ ખાતે રહેતાં જીતેશભાઇ શાંતીલાલ રાણપરા-સોની (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી મુળ પヘમિ બંગાળ હુગલીના લાલદીધીર ધાર પુરબપરાના વતની શેખ બાદસા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. જીતેશભાઇ રાણપરાએ જણાવ્યું છે કે હું પરીવાર સાથે રહું છું અને સોનીબજાર બોઘાણી શેરી રાઘવ કુંજ કોમપ્લેક્ષ બીજા માળે દુકાન નં-૨૦૧માં દુકાન ધરાવુ છું. અહિ હુેં કારીગરો દ્વારા સોનાના ઘરેણા બનાવવાનુ કામ કરૂ છુ અને મારે ત્યાં છ જેટલા માણસો કામ કરે છે. જેમાં ે શેખ બાદસા નામના કારીગરને હું કમીશન ઉપર સોનાના દાગીના બનાવવા માટે આપતો હતો. આ ઉપરાંત તે અન્યના વેપારીના પણ કમીશન ઉપર દાગીના બનાવવાનુ કામ કરતો હતો.
મારી દુકાનમાં મારી સાથે છ જેટલા કારીગરો કામ કરે છે. જે પૈકી એક કારીગર શેખ બાદસા રહે-લાલદિધીર ધાર પુરબપરા ચંદનનગર જી.હુગલી (પヘમિ બંગાળ)નો વતની છે અને તે એકાદ વર્ષથી કામ કરતો હતો. આ કારીગર મારા તથા અન્ય કોઇ વેપારી તેમને સોનુ કામે આપે તેમના બદલામા તે સોનાના દાગીના કમીશનથી બનાવી અને પરત આપતો હતો. આ શેખ બાદસાને મે ગઇ પ/૧૦ના રોજ ૨૩૫.૫૦૦ ગ્રામ ૨૨ કેરેટ સોનુ સોનાના બોર બનાવવા માટે આપેલ હતુ અને તે મને આ બોર બનાવી અને પાંચેક દિવસ બાદ આ શેખ બાદસા મને બોર બનાવી અને કમીશન લઇ અને પરત આપી દેશે તેવી ખાત્રી આપી હતી. ત્યારબાદ પાંચેક દિવસ બાદ આ શેખ બાદસા દુકાન પર સોનાના દાગીના બનાવી અને પરત આપવા આવેલ ન હોઇ જેથી મેં તેને ફોન કરતાં તેણે હુ સવારે દુકાને આવુ છુ તેમ કહિ અને ફોન કટ કરી નાખેલ હતો.
જો કે ત્યારબાદ સવારે આ શેખ બાદસા મારી દુકાને દાગીના પરત કરવા આવેલ ન હોઇ જેથી મેં ફરીથી ફોન કરતાં ફોન બંધ આવતો હતો. જેથી હું શેખ બાદસાના ઘરે તપાસ કરવા જતા તાળુ જોવા મળ્યું હતું. જેથી અમોએ આજુબાજુમા તપાસ કરતા અમોને જાણવા મળેલ કે તે તેના વતનમા જતો રહ્યો છે. ત્યારબાદ મેં વધુ તપાસ કરતાં જાણવા મળેલ કે અમારી દુકાન ઉપર આવેલ દુકાન નં-૩૦૫માં સોનાનુ કામ કરતા નાજીમુદિન શેખ કે જેઓનુ ૨૩૮ ગ્રામ ૨૨ કેરેટનુ સોનુ પણ આ શેખ બાદસાને કમીશનથી દાગીના બનાવવા માટે લઇ ગયેલ છે જે સોનુ પણ આ શેખ બાદસા લઇ અને જતો રહેલ છે. આમ આ કારીગર મારુ અને નાાજીમુદ્દીન શેખ બંનેનું ૨૨ કેરેટનુ વજન ૪૭૩.૫ ગ્રામ વાળુ જેની કિમત આશરે રૂપિયા ૬૦,૯૮,૬૮૦ જેટલી થાય તે સોનાના દાગીના કમીશનથી બનાવવાના નામે લઇ જઇ વતનમાં ભાગી ગયો છે. શોધખોળ કરવા છતાં મળતો ન હોઇ અંતે અમે બંનેએ પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં જીતેશભાઇએ કહેતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(1:32 PM IST)










