News of Tuesday, 30th December 2025
રાજકોટ ડીસ્ટ્રીકટ બાર. એસો.ના હોદેદારોની બિનહરીફ વરણી
પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા : ઉપપ્રમુખ ભરત અંબાણી, નયનભાઇ વ્યાસ, હરેશ પરસોંડા સહિતના હોદેદારોની વરણીઃ વકીલોના વેલફેર, નોટરી, નિમણુંકો, આર્થિક બેઝ ઉપર અનામત સહિતના મુદાઓને પ્રાથમીકતાઃ સમગ્ર વકીલ આલમમાં જીલ્લા બાર. એસો.ની પ્રસંશનીય કામગીરી

રાજકોટ, તા., ૩૦ : સૌરાષ્ટ્રનું સૌથી તાકાતવર અને મહત્વનું ગણાતું અને વકિલો તથા સમાજની સમસ્યાઓ પ્રશ્નો માટે સતત જાગળત રહી સતત સકારાત્મક વકિલ હિતની પ્રવળતિ કરતા કોવિડ-૧૯ના કપરા સમયમાં વકિલોના પ્રશ્નો, વેલફેર ફંડમાં વિજયભાઈ રૂપાણી તથા ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કરોડોની રકમની ફાળવણી, કેન્દ્રમાં નોટરીઓની નિમણુંક, મોરબી ઝુલતો પુલ, ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ, અમદાવાદ પ્લેન દુર્ઘટના સહિતનાં દુર્ઘટનાઓમાં સેવાકાર્યોમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન સમગ્ર ગુજરાતમાં અવ્વલ રહી રાજકોટ શહેર તથા જીલ્લાના તાલુકાઓમાં આશરે ૫૦૦૦ ઉપરાંત વકિલો જુદાજુદા ક્ષેત્રમાં પોતપોતાની સેવા આપી રહેલ છે ત્યારે વકિલો ઉપરાંત રાષ્ટ્ર અને પ્રજાના હિતને વાચાઓ આપતાં રાજકોટ શહેર તથા જીલ્લાના તમામ વકિલો વચ્ચે એકસુત્રતા, સંપ, એકતા જળવાય તે માટે રાજકોટ ડિસ્ટ્રકટ બાર એસોસિએશનના વિકલોના હિત માટે અવાજ ઉઠાવી શકે તેવા લડાયક, નિસ્વાર્થી તથા વકિલોના પ્રશ્નો પ્રત્યે સતત જાગળત રહી દરેક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવનારા, વકિલોના પ્રશ્નોને દરેક સ્તરે પહોંચાડી તાત્કાલિક યોગ્ય અને જરૂરી નિરાકરણ લાવનારા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનાં તમામ હોદેદારો તથા કારોબારી સદસ્યોની બિનહરિફ વરણી થયેલ છે. જેમાં પ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા, ઉપ પ્રમુખ તરીકે ભરતભાઈ અંબાણી, નયનભાઈ વ્યાસ, હરેશ પરસોંડા, સહાયકો હર્ષદ બારૈયા તથા નિતેશ કથિરીયા, સેકેટરી તરીકે નયનાબેન ચૌહાણ, અશ્વિનભાઈ ગોસાઈ તથા સહાયક બિમલ જાની, જોઈન્ટ સેક્રેટરી તરીકે જતિન ઠકકર, દિવ્યેશ છગ તથા સહાયક નિવીદ પારેખ ખજાનચી તરીકે લક્ષ્િમબેન જાદવ, રક્ષાબેન ઉપાધ્યાય તથા સહાયક અંજનાબેન ચૌહાણ, લાઈબ્રેરી સેક્રેટરી તરીકે જીજ્ઞેશ નાગ્રેચા, વિરેન રાણીગા અને સહાયક કિશન રાજાણી તેમજ મહિલા અનામત કારોબારી સદસ્યોમાં બિનલબેન મહેતા, અંજુમન અજમેરી, ડોલી બુધ્ધદેવ અને માનસી ગોલ અને બિન અનામત કારોબારી સદસ્યો તરીકે હિરેન રૈયાણી, વિમલ ડાંગર, બિનલબેન મહેતા, શૈલેખ સુચક, ભાવેશ બાંભવા, અજયસિંહ ચુડાસમા, રાજ ભાવસાર, ફુલભાઈ ચંદારાણા બે વર્ષ માટે બિન હરિફ જાહેર થયેલ છે. તેમજ કો-ઓપ્ટ મેમ્બર તરીકે ધર્મેશ સિધ્ધપુરા, ઇસ્માઈલ પરાસરા, ચેતન વિઠ્ઠલાપરા, રાજેશ ચાવડા, પી. સી. મણીયાર, મેધાવી ગજજર, ઝાલા કિર્તિસિંહ, ડોડિયા વનરાજસિંહ, નિલમ પલાણ, વિજય જોષી, ધારા ઉજીયા, ચિરાગ મહેતા, સાગર મેતા, રવિ લાલ, વૈશાલી વિઠ્ઠલાણીની પસંદગી કરવામાં આવેલ છે.
આ એસોસિએશનને વધુ મજબુત બનાવવા માટે માર્ગદર્શક કમિટી, સંગઠન કમિટીની જીલ્લા પંચાયત, વોર્ડ, વિધાનસભા અને સંસદ વાઈઝ રચના કરી સૌને સવિશેષ જવાબદારી સોપવામાં આવનાર છે.
રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનની છેલ્લા છ વર્ષમાં કામગીરી જોઈએ તો તે કામગીરી ગુજરાત ભરના તમામ બાર એસોસિએશનોમાં અવ્વલ નંબરે આવે છે. કોઈપણ વકિલ હિતના કોવિડ-૧૯, નોટરી સહિતના કોઈપણ પ્રશ્નો હોય હંમેશા પહેલ અને સફળ રજુઆતો રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનની રહી છે. રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનના દરેક કાર્યો અને નિર્ણયો હંમેશા દુરદેશી અને ન-ભુતો-ન-ભવિષ્યતિ રહ્યા છે. વકિલો તથા પ્રજાનાં હિતને ખરેખર પ્યાને રાખી કાર્ય કરતા રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશન દ્વારા કોવિડ-૧૯ના સમયમાં સૌ પ્રથમ તા.૧૨-૦૩-૨૦૨૦થી માસ્કનું વિતરણ કરવાની શરૂઆત કરી વકિલો, કોર્ટ સ્ટાફ, જજીઝ અને પોલિસને આશરે ૧૦૦૦ થી વધારે માસ્કનું વિતરણ કરવામાં આવેલ. ત્યારબાદ તત્કાલિન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા રૂપિયા પાંચ કરોડ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ફાળવવા માટે યોગ્ય કરવામાં આવેલ અને તે રૂપિયાની સહાય ગુજરાતના કોવિડ ૧૯નો ભોગ બનેલા દરેક વકિલોને મેડીકલ સહાય પેટે મળે તે માટેની રજુઆત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સમરસ ટિમને કરતા દરેક વકિલોને મેડીકલ ખર્ચની મહતમ રૂપિયા ૫૦,૦૦૦/- સુધીની બિમારી સબબ અને મળત્યુ સહાય રૂા.૧,૦૦,૦૦૦/- સુધીની મળે કાઉન્સિલ ઓફ ગુજરાતના સમરસ ગળપના સભ્યોને રજુઆત કરી તાત્કાલિક નિર્ણય કરાવેલ અને તે સહાય મેળવવા માટે વકિલોની ટિમ બનાવી વકિલોને સહાયરૂપ થયેલ. ત્યારબાદ ભારત સરકારમાં જે જે વકિલોએ નોટરીઓ માટેનાં ફોર્મ ભરેલ હોય, ઈન્ટર્વ્યુ આપેલ હોય અને જેમના ડોકયુમેન્ટસ પુર્ણ હોય તેઓ તમામને નોટરી તરીકે નિમણુંક આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગળહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, પુર્વ મુખ્ય મંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી, પુર્વ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતનાઓને રજુઆત કરતા કેન્દ્ર સરકારે સમગ્ર ભારતમાં આશરે ૫૦,૦૦૦ કરતા વધુ અને ગુજરાત રાજયમાં ૮૦૮૬ વકિલશ્રીઓને નોટરી તરીકે લોક્સભાની ચુંટણી પહેલા નોટરી તરીક નિમણુંક અપાવેલ. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા આગામી સમયમાં કોવિડ-૧૯નાં સમયમાં શહેર તથા જીલ્લામાં સેવાકિય કાર્યો કરનાર વ્યક્તિ વિશેષ, સેવાકિય સંસ્થાઓ, જ્ઞાતિ સંગઠનો, સામાજીક સંસ્થાઓ અને એન.જી.ઓ., નવ નિયુક્ત નોટરીઓ, ૫ વર્ષ સુધીનાં વિકલોને આવકારવા અને ૨૦ વર્ષથી વધુ સમય વકિલાત કરનાર વિકલોનાં સન્માન સહિતનાં કાર્યક્રમો, એ.આઈ.બી.ઈ. તથા જે.એમ.એફ.સી.નાં ફિ કલાસિસ, લીગલ સેમિનારો, હાલની અનામત પ્રથામાં ફેરફાર લાવી દેશભરમાં આર્થિક બેઝ પર અનામત પ્રથા લાગુ કરવા માટે ઉચ્ચ સારે રજુઆતો, બંધારણમાં જરૂરી ફેરફારો, અમુક જુના કાયદામાં અને નવા આવેલ કાયદાઓમાં સમય સાથે જરૂરી ફેરફારો લાવવા, તથા રાજકિય પક્ષોમા નિમણુંકમાં આઝાદી સમયથી યોગદાર આપનાર વકિલ આલમની થતી અવગણના સબંધે વિવિધ સારે રજુઆતો તથા કાર્યક્રમો કરવામાં આવશે તેમ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનનાં પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવવામાં આવેલ છે.
આમ, સર્વ સમાજ, વિકલો તથા વિકલોના પરિવારજનોની કોઈપણ પ્રકારની વિક્ટ પરિસ્થિતિમાં સતત ચિંતા કરતા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની નવ નિયુક્ત ટિમને ગુજરાતનાં સમરસ ગળપ સહિતનાં તમામ સિનીયર તથા જુનિયર વિવકલો દ્રારા અભિનંદન વર્ષા થઈ રહેલ છે
(2:07 PM IST)










