તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th December 2025
‘સહુ સાથે સુખી થાય'ની જીવનભાવના સ્વામીજીના યુગકાર્યનું હાર્દ છે : અર્જુનભાઇ
હરિપ્રેમ દીક્ષા હીરક જયંતી-પ્રેમસ્વરૂપ સ્વામીના જન્મદિનની આત્મીય યુવા પર્વ તરીકે દિવ્ય ઉજવણી

રાજકોટઃ હરિધામ સોખડા સ્વામિનારાયણ પરંપરાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને વર્તમાન અધિષ્ઠાતા પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજની દીક્ષાના હીરક જયંતી પર્વ, પ્રેમસ્વરૂપ સ્વામીજીના ૮૧મા જન્મદિન અને ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ‘શિક્ષાપત્રી'ના દ્વિશતાબ્દી મહોત્સવનાં પ્રથમ સોપાનની ‘આત્મીય યુવા પર્વ' દ્વારા ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશવિદેશના એક લાખથી વધુ યુવાનો ભાવિકો ઉપસ્થિત રહ્યા હોવાનું સંસ્થા જણાવે છે.
વડોદરા જીલ્લાના શિનોર તાલુકાના છાણભોઈ ખાતે ઉજવાયેલ આ ઉત્સવ પ્રસંગે આશીર્વચન આપતાં પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ કહ્યું હતું કે, પ્રભુને ગમતું જીવન જીવીએં તો હૈયે શીતળતા પ્રગટે. ઠાકોરજી કાયમ આપણી સાથે રહે. આપણે પ્રભુની સાથે રહેવું છે.
અનુપમ મિશનના અધિષ્ઠાતા સંતભગવંત જસભાઈ સાહેબજીએ આ પ્રસંગે આશીર્વચન પાઠવતાં ઈ.સ. ૧૯૬૫માં હરિપ્રસાદ સ્વામીજી અને પ્રેમસ્વરૂપ સ્વામીજીને યોગીજી મહારાજે ગોંડલમાં દીક્ષા આપી તેની સ્મળતિ તાજી કરી હતી.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ તેમનાં ઉદ્બોધનમાં કહ્યું હતું કે, ટેકનોલોજીનો વ્યાપ વધતો જાય છે ત્યારે તેનાં દુષ્પરિણામોથી સંસ્કારો જ બચાવી શકશે. સંસ્કારો પ્રાપ્ત કરવા સંતોનું શરણ લેવું પડે. સંતો-ભક્તો દ્વારા પ્રસરતા આત્મીયતાના અમળત સંદેશથી વ્યક્તિ, પરિવારો અને સમાજ નવપલ્લવિત થાય છે. હરિપ્રસાદ સ્વામીજી મહારાજે યુવાવર્ગમાં આવાં આંદોલનો જગાવીને સમાજને નુતન ઉર્જા બક્ષી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ તેમનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વ્યક્તિથી પરિવાર, પરિવારથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર બને છે. વ્યક્તિનાં ચારિત્ર્ય ઉપર રાષ્ટ્રનું ચારિત્ર્ય નિર્ભર છે. વિવિધ ક્ષેત્રોમાં વિકાસ થાય, વળધ્ધિ થાય અને રાષ્ટ્રનું ગૌરવ વધે એવી ચિંતન પ્રક્રિયામાં આજનો આ ઉત્સવ મહત્વનું યોગદાન બની રહેશે.
પ્રાસંગિક ઉદબોધન પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીએ કયું હતુ અને કહેલ કે ૨૭ ડીસેમ્બર બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો અત્યંત પ્રિય દિવસ રહ્યો છે.
આ દિવસ પ્રેમસ્વરૂપ સ્વામીજીનો પ્રાગટય દિન છે. પૂર્વાશ્રમથી બન્નેનો અનોખો આત્મીય નાતો રહ્યો.
નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલે ઉદ્બોધનમાં ભારતીય સંસ્કળતિના સંસ્કારો નવી પેઢી સુધી પહોંચાડવામાં સંતોના યોગદાનને મહત્વનું પરિબળ ગણાવ્યું હતું.
જાણીતા લોક સાહિત્ય કલાકાર સંજય સાગઠીયાએ ‘હરિરસ પીવે ઈ પ્રેમ પદારથ પામે' - કાર્યક્રમ દ્વારા હરિપ્રેમ દીક્ષા મહોત્સવ તેમજ બન્ને સત્પુરુષોનાં યુગકાર્યની લોકશૈલીમાં ઝાંખી કરાવી હતી.
આ મહોત્સવમાં નિર્મળ સ્વામી, સંતવલ્લભ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, યુપીએસસીના પૂર્વ ચેરમેન ડૉ. મનોજ સોની, દિનકરભાઈ (શિકાગો), ભરતભાઈ (તારદેવ), ધારાસભ્યો અક્ષયભાઈ પટેલ, ડી.કે. સ્વામી, ડૉ. તુષારભાઈ ચૌધરી, અભેસિંહ તડવી, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, વડોદરા જીલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, બાબુભાઈ ઝડફિયા, સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપરાંત યુ. એસ., કેનેડા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા સહિતના દેશો તેમજ ભારતના વિવિધ રાજ્યોમાંથી મળીને એક લાખ જેટલા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહનું સંચાલન ગુણગ્રાહક સ્વામીએ કર્યું હતું.
(3:52 PM IST)










