તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th December 2025
ન્યુ જાગનાથ, સરદારનગર અને ગર્વમેન્ટ સર્વન્ટ સોસાયટીમાં પાઈપલાઈન અને ડામરકામ ઝડપી પૂર્ણ કરવા મુલાકાત લેતા તુષાર સુમેરા અને દેવાંગ માંકડ
વોર્ડ નં.૭માં ડીઆઈ પાઈપલાઈન અને રોડ રસ્તાનું કામ તાકીદે પૂર્ણ કરવા સૂચના આપતા મ્યુનિસીપલ કમિશ્નરઃ શાંતુભાઈ રૂપારેલીયા, કૌશીક ચાવડા વિ.એ પણ મુલાકાત લીધી

રાજકોટઃ વોર્ડ નં. ૭ ન્યુ જાગનાથ સરદાર નગર તેમજ ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટી વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈન અને રોડ રસ્તા નું ડામર કામ ઝડપ થી પૂર્ણ કરવા કમિશ્નર શ્રી તુષાર સુમેરા અને કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ દ્વારા વિસ્તારની મુલાકાત લીધી હતી. વોર્ડ- ૭ ના ન્યુ જાગનાથ સરદાર નગર તેમજ ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પાણીની નવી ડીઆઈ પાઈપલાઈન નાખવામાં આવેલ છે. જેના કારણે આ સંપૂર્ણ વિસ્તાર ખોદવામાં આવ્યો છે. હજુ પણ ૪/૫ જગ્યાએ પાણીને મેઈન લાઈન સાથે જોડાણ નું કામ તેમજ અમુક વિસ્તારમાં લાઈન પાથરવાનું કામ બાકી હોય રાજકોટ મહાનગર પાલિકાના કમિશ્નર શ્રી તુષાર સુમેરા દ્વારા કોર્પોરેટરશ્રી દેવાંગભાઈ માંકડની રજુઆતને ધ્યાનમાં લઈને વિઝીટ કરવામાં આવેલ ,વિઝીટ દરમ્યાન સીટી એન્જી. શ્રી અતુલભાઈ રાવલ તેમજ વોર્ડ ૭ ના અધિકારીઓ ને આ વિસ્તારનું નળ જોડાણનું કામ તેમજ ૧થી ૪૧ ન્યુ જાગનાથ ,સરદાર નગર અને ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટીમાં ડામરના રસ્તા બનાવવાનું કામ તાકીદે પૂર્ણ કરવા સુચના આપવામાં આવેલ . આ મુલાકાત દરમ્યાન ઉપરોકત વિસ્તાર ના રહેવાસી / લોકો ને પડતી તકલીફ /હાલાકી વિશે કોપોરેટર દેવાંગભાઈ માંકડ એ કમિશ્નર અને અધીકારીઓને અવગત કરાવેલ, અને પાણીની લાઈન અને રોડ રસ્તાનું ડામર કામ ઝડપથી પૂર્ણ કરવા માટે ના જરૂરી પગલા લેવા, માણસોને મશીનરી ઉમેરવા જણાવેલ. આ મુલાકાત દરમ્યાન સ્થાનિક અગ્રેણી શ્રી શાંતુભાઈ રૂપારેલીયા, પૂર્વ પ્રમુખ શ્રીકૌશિકભાઈ ચાવડા, નિકુંજભાઈ વૈધ, નીરવભાઈ શેઠ, મોહિત ગણાત્રા, જતીનભાઈ બગડાઈ, દર્શનભાઈ પેંગયાતર, પરેશભાઈ વિઠલાણી, મિતુલ લાલ તેમજ ૨૦ જાગનાથના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને તેમને પડતી મુશ્કેલી વર્ણવી હતી ઝડપી ડામર કામ કરવા માટે સુચન કરેલ.
(3:05 PM IST)










