<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

માધાપર ચોકડીએ ‘હિટ એન્‍ડ રન': ગાંધીગ્રામ ગોવિંદનગરના પ્રકાશભાઇ બરાડીયાનું મોત

સિક્‍યુરીટીની નોકરીના સ્‍થળે જતાં હતાં ત્‍યારે ટ્રકનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ સિવિલ હોસ્‍પિટલમાં સારવારમાં મોતઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩૦: શહેરમાં હિટ એન્‍ડ રનનો વધુ એક બનાવ બન્‍યો છે. જેમાં માધાપર ચોકડી પાસે પગપાળા જઇ રહેલા ગાંધીગ્રામ ગોવિંદનગરના પ્રોૈઢને અજાણ્‍યો ટ્રકચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેમનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે ગોવિંદનગર-૩માં રહેતાં પ્રકાશભાઇ બીજલભાઇ બરાડીયા (ઉ.વ.૫૦) નામના પ્રોઢ સવારે આઠેક વાગ્‍યે ઘરેથી ચાલીને  જતાં હતાં ત્‍યારે માધાપર ચોકડી બ્રીજ નીચે પહોંચતા અજાણ્‍યા ટ્રકની ઠોકરે ચડી જતાં ગભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે કરતાં ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર પ્રકાશભાઇ બરાડીયા ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે માધાપર ચોકડી નજીક સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હોઇ નોકરીના સ્‍થળે જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. હેડકોન્‍સ. સોનલબેન વધુ તપાસ કરે છે. 

 

(3:10 PM IST)