<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

કાલાવડ રોડ પર હડકાયા કૂતરાનો આતંકઃ અનેકને બચકા ભર્યા છતાં ૨૪ કલાક સુધી મનપાની ટીમ ન ડોકાઈ!

રામધામ સોસાયટીમાં રખતડું કૂતરું હડકાયુંનો ત્રાસઃ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ છતાં ટીમ મોકલવામાં ઠાગાઠૈયાઃ તંત્રની ‘કાચબા ગતિ'થી રહીશોમાં ભારે રોષ

રાજકોટ તા.૩૦: શહેરના કાલાવડ રોડ પર આવેલી રામધામ સોસાયટીમાં રખડતા કૂતરાઓનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે. તાજેતરમાં એક કૂતરું હડકાયું થતા તેણે અનેક રહીશોને બચકા ભરી ઈજા પહોંચાડી હતી. આ ગંભીર મામલે રહીશોએ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ટોલ ફ્રી નંબર અને વોટ્‍સએપ પર વારંવાર ફરિયાદો કરી હોવા છતાં, ૨૪ કલાક સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નહોતી. તંત્ર દ્વારા માત્ર ફોન કરીને પળચ્‍છા કરવામાં આવી પરંતુ સ્‍થળ પર કૂતરું પકડવા માટે કોઈ ટીમ ન પહોંચતા સ્‍થાનિકોમાં તંત્રની નિષ્‍ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગેની પ્રાપ્‍ત માહિતી મુજબ શહેરના કાલાવડ રોડની રામધામ સોસાયટીમાં રખડું ડાઘિયા કૂતરાઓનો અસહ્ય ત્રાસ છે, રહીશોના જણાવ્‍યા મુજબ તાજેતરમાં સોસાયટીમાં એક રખડું કુતરુ હડકાયું થતા તે અનેકને કરડ્‍યું હતું. આ અંગે મહાપાલિકામાં ફરિયાદ નોંધાવ્‍યા પછી પણ ૨૪ કલાક સુધી કોઇ ફરકયું ન હતું.

વિશેષમાં કાલાવડ રોડની રામધામ સોસાયટીના રહીશોએ જણાવ્‍યું હતું કે, ગઇકાલે સવારથી બપોર સુધી અનેક વખત પ્રયત્‍નો કર્યા બાદ મ્‍યુનિસિપલ કોલ સેન્‍ટરના ટોલ ફ્રી નંબર ૧૫૫૩૦૪ અને આરએમસી ઓન વોટ્‍સએપ નં.૯૫૧૨૩ ૦૧૯૭૩ ઉપર ફરિયાદ નોંધાઈ હતી પરંતુ ફરિયાદ નોંધાયા પછી પણ ૨૪ કલાક સુધી કામગીરી માટે કોઈ આવ્‍યું ન હતું, અલબત ૨૪ કલાક પછી કૂતરા અંગે શું સમસ્‍યા છે તે જાણવા માટે ફરિયાદીને ફ્‌ક્‍ત ફોન આવ્‍યો હતો ! પણ કુતરુ પકડવા માટે ટીમ આવી ન હતી.

(3:52 PM IST)